Site icon Revoi.in

આર.માધવનની ફિલ્મ ‘રોકેટ્રી- ઘ નાંબી ઈફેક્ટ’ નું મોશન પોસ્ટર રિલીઝ – નવા અવતાર જોવા મળ્યા અભિનેતા

Social Share

મુંબઈઃ-  ‘સચ કેહ રહા હે દિવાના ,દિલ ,દિલના કિસી સે લગાના’ આ સોંગ એટલું ફેમસ થયું હતું કે આજે પણ દર્શકોના હોઠ પર સાંભળવા મળે છે જેના અભિનેતા આર માધવને બોલિવૂડમાં ઓછી પણ હચકે ફિલ્મો આપી છે,તનુ વેડ્સ મનુમાં શાનદાર અભિનય કરીને દર્શકોના દિવસમાં સ્થાન બનાવવાનર આર માધવન હવે તેમની અપકમિંગ ફિલ્મ રોકેટ્રીને લઈને હાલ ચર્ચામાં અને સમાચારોની ગેડલાઈનમાં જોવા મળે છે.

ત્યારે હવે આજે મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘રોકે્ટરી ધ નામ્બી ઈફેક્ટ’નું મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. અભિનેતા આર. માધવને પોતે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાત શેર કરી છે. કેપ્શનને બદલે, તેણે હેશટેગ સાથે લખ્યું, ‘રોકેટ્રી ફિલ્મ મોશન પોસ્ટ 1’. 

આ ફિલ્મના નિર્દેશક આર. માધવન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે વૈજ્ઞાનિક નામ્બી નારાયણનનું પાત્ર પણ ભજવી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 1 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે .

તાજેતરમાં કાન ફિલ્મ ફએસ્ટિવલમાં પણ આ ફિલ્મ ચર્ચાનો વિષય બની હતી. ફિલ્મ માટે આર માધવને બોડી ટ્રાન્સફોર્મેશન કરેલું પણ જોવા મળે છે.પોતાની રિયલ એજ કરતા તેઓ મોટી ઉમંરનું પાત્ર ભજવી રહ્યા છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ફિલ્વમનું ર્લ્ડ પ્રીમિયર થયું હતું. ફેસ્ટિવલમાં વિશ્વભરના સિનેપ્રેમીઓએ આ સાયન્સ ફિક્શન ફિલ્મનો આનંદ માણ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ થકી આર. માધવન અભિનયની સાથે દિગ્દર્શનમાં ડેબ્યૂ કરી રહ્યા છે. માધવને આ ડ્રીમ પ્રોજેક્ટ બનાવવા માટે ઘણો સમય અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ અંતે તેઓને સફળતા મળી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની ફિલ્મના વખાણ કર્યા છે. આ ફિલ્મ માટે આર. માધવને પોતાનો લુક બદલ્યો છે.