નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ગુરુવારે સ્ટ્રાઈકનું એલાન
- નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ
- ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ગુરુવારે હડતાળ
નવા મોટર વ્હીકલ એક્ટનો દેશમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.
હવે યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી ગુરુવારે એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળને કારણે જનજીવન પર મોટો પ્રભાવ પડે તેવી શક્યતા છે.
હડતાળ દરમિયાન ગુરુવારે સવારે છ વાગ્યાથી પ્રાઈવેટ કેબ, ઓટો, બસ (સ્કૂલ બસ સહીત), પર્યટક સો અને ટેક્સી સેવાઓ અસરગ્રસ્ત થશે.