અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દિવસથી કડકડતી ઠંડી સાથે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. જેમાં અમદાવાદ હિંમતનગર હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મસને કારણે વિઝિબીલીટી ઘટતા વાહનોચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો. વાહનચાલકોને ખૂબ ધીમી ગતિએ મંજિલકાપવી પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ઠંડીની અસર જોવા મળી હતી. તો બીજી તરફ ધુમ્મસ છવાયું હતું. જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. સૂર્યનારાયણના દર્શન મોડે થયા હતા. પરતું ઠંડીની અસર યથાવત હતી. એક તરફ ઠંડી બીજી તરફ ગાઢ ધુમ્મસ છવાતાં હાઈવે પર દુરનું જોઈ શકાતું નહતું. સવારના 10 વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નેશનલ હાઈવે પર ધુમ્મસને લઈને વીજીબીલીટી ઓછી જોવા મળી હતી. તો ધુમ્મસ નીચે ઉતરી આવતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. તો ફોગ લાઈટ ચાલુ રાખી વાહનો ચલવવા પડ્યા હતા. હિંમતનગર શહેરમાં ધુમ્મસ અને ઠંડીને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અવર-જવર ઓછી જોવા મળી હતી. તો વાહન ચાલકો પર ઠંડીથી બચવા માટે સ્વેટર સહિતના ગરમ કપડાઓનો ઉપયોગ કરી રક્ષણ કરતા જોવા મળ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. જોકે વહેલી સવારે ધૂમ્મસને કારણે ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો. વાહન ચાલકો ધુમ્મસને કારણે દુરનું જોઈ શકતા નહતા, એટલે ફોગ લાઈટ ચાલુ કરીને ધીમી ગતિએ આગળ વધવાની ફરજ પડી હતી. ધુમ્મસને કારણે અકસ્માતનો ડર પણ રહેતો હોય છે. ઘણા વાહન ચાલકો હાઈવે પરની હોટલો પર વાહનો પાર્ક કરીને ઘૂમ્મસમાં ઘટાડો થાય તેની રાહ જોઈ રહ્યા હતા.