Site icon Revoi.in

અમદાવાદ-વડોદરા હાઈવે પર 1લી એપ્રિલથી વાહનચાલકોને વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. એમાં હવે અમદાવાદ-વડોદરા વચ્ચે વાહનચાલકોને 1લી એપ્રિલથી વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ ટોલચેક્સ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ-વડોદરા વચ્ચે માત્ર એક્સપ્રેસ હાઈવે જ નહીં પણ નેશનલ હાઈવેના ટોલટેક્સમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. આમ અમદાવાદ-વડોદરા વચ્ચેની સવારી થશે

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. જે ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હિકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે  અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. તેમજ અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. આ ટોલ વધારો 1લી એપ્રિલથી અમલી બનશે. આમ મોંઘવારીમાં પીસાતી પ્રજાને સરકારે વધુ એક ડામ આપ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અને દેશમાં ડબલ એન્જિનની સરકારમાં અસહ્ય મોંઘાવારીથી લોકો પરેશાન છે, દરેક વસ્તુમાં ભાવ વધારો થાય છે. સામાન્ય અને ગરીબ લોકો  મોંઘાવારીથી પરેશાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ખાસ્સો ઘટાડો થયો હવા છતાં  દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવતો નથી. સરકાર પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ ટેક્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. ત્યારે હવે ટોલ ટેક્સમાં પણ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.

દરમિયાન સૂત્રોના કહેવા મુજબ  આરબીઆઈ દ્વારા જે  જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ  ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે સામાન્ય લોકોના ખિસ્સા વધુ ખાલી થશે જે તેમના બજેટ પણ ખોરવી શકે છે. (File photo)