- મધ્યપ્રદેશમાં પત્રકારનો મદદે રાજ્ય સરકાર
- પત્રકારને કોરોના થશે તો તેની સારવાર સરકાર કરાવશે
- શિવરાજસિંહ સરકારની પત્રકારો માટે મહત્વની જાહેરાત
ભોપાલ: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકારની તમામ કામગીરી અને પ્રયાસોની જાણકારી હાલ તમામ લોકો સુધી પહોચે છે અને તે માટેનો શ્રેય જવાબદાર પત્રકારોને જાય છે – કે જેઓ ફિલ્ડ પર રહીને બહાર થતી પળેપળની ઘટનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
હવે આવા સમયમાં પત્રકારો પોતાનો જીવ જોખમમાં મુકીને પણ પોતાની ફરજ બજાવે છે તો પત્રકારોને પણ મદદ અને સંકટ સમયમાં સારવાર મળી રહે તે માટે મધ્યપ્રદેશની સરકાર આગળ આવી છે.
મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે જાહેરાત કરી છે કે જો મધ્યપ્રદેશમાં કોઈ પત્રકારને કોરોના થશે તો તેની સારવાર મધ્યપ્રદેશની સરકાર કરાવશે. આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે પત્રકારો કે જેઓ પ્રિન્ટ, ટીવી, વેબ, ડીજીટલ તમામ પત્રકારનોની સારવાર મધ્યપ્રદેશની સરકાર દ્વારા કરાવવામાં આવશે.
પત્રકારોની ફરજને લઈને મધ્યપ્રદેશની સરકારે જણાવ્યું કે તમામ પત્રકારો જન જાગૃતિ ધર્મ નિભાવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં માન્ય અને અમાન્ય પત્રકાર પહેલાથી જ પત્રકાર વિમા યોજના અંતર્ગત સારવાર લઈ રહ્યા છે.
જો કે નોંધનીય છે કે દેશમાં કેટલાક રાજ્યોમાં પત્રકારનોને ફંટલાઈનર માનીને તેમને વિના મૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે પણ પત્રકારોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કર્યું છે.