Site icon Revoi.in

MP: દીકરીની ઇચ્છા પૂરી કરવા શ્રમજીવી પિતા વાજતે-ગાજતે મોબાઈલ ફોન લેવા ગયા, વીડિયો વાયરલ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુર વિસ્તારમાં એક ચાની કીટલીવાળાએ પોતાની પાંચ વર્ષની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમવાર નવો મોબાઈલ ફોન ખરીદ્યો અને એ દિવસને યાદગાર બનાવવા માટે બેન્ટ-બાંજા સાથે પોતાની દીકરીને ધોડાઘાડીમાં બેસાડીને નાચતા-ગાતા નવો મોબાઈલને લેવા માટે દુકાન સુધી ગયા હતા. દીકરીની ઈચ્છા પૂર્ણ કરનારા પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ચા વેચનાર આ વ્યક્તિનું નામ મુરારી કુશવાહ છે અને તેઓ શિવપુરી શહેરના લીનગર ચોકમાં ચા વેચે છે. પોતાની દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે સાંજના મોબાઈલ ફોન લેવા ગયો હતો અને રૂ. 12500નો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ દિવસને ખાસ બનાવવા માટે મુરારી કુશવારે સરઘસ કાઢ્યું હતું. મુરારીએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં પ્રથમવાર મોબાઈલ ફોન લાવ્યાં છીએ. જેથી ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ઘરેથી દુકાન ગયા હતા. આ જુલુસમાં એક ધોડાઘાડી હતી. જેમાં મુરારીએ પોતાની દીકરીને બેસાડી હતી.

મુરારીએ કહ્યું હતું કે, ફોનની ખરીદી બાદ મિત્રોને ઘરે પાર્ટી પણ આપી હતી. નાણા ઓછા હોવાથી દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે મોબાઈલ ફોન હપ્તે લીધો છે. મારી દીકરી પાંચ વર્ષની છે. મુરારીએ વધુમાં કહ્યું હતું કે, મારી દીકરીએ દારૂ પીવાનું બંધ કરવાનું કહ્યું હતું અને તેનાથી બચેલા પૈસાથી મોબાઈલ ફોન લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મે તેને કહ્યું હતું કે, દીકરી ચિંતા ના કરીશ, આપણે મોબાઈલ ફોન લઈશું ત્યારે આખુ શહેર આ જોશે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો તેને પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં ઘરની લક્ષ્ણી ગણાતી દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રમજીવી પિતાએ કરેલી કામગીરીને પણ લોકો વખામી રહ્યાં છે.