નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને વિદ્યાર્થીઓને એમફિલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવાની સલાહ આપી છે કારણ કે તે હવે માન્ય ડિગ્રી નથી. કમિશને યુનિવર્સિટીઓને ચેતવણી આપી છે કે તેઓએ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ ન આપવો જોઈએ કારણ કે તે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે અમાન્ય છે.
આપવામાં આવેલ એમફીલ ડિગ્રી 2022 માં જારી કરાયેલા નવા નિયમોની સૂચનાની તારીખ સુધી માન્ય રહેશે.કમિશને કહ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ એમફિલ (માસ્ટર ઓફ ફિલોસોફી) પ્રોગ્રામ માટે નવી અરજીઓ આમંત્રિત કરી રહી છે. કમિશને કહ્યું છે કે એમફિલ ડિગ્રી હવે માન્ય ડિગ્રી નથી.
સૂચના જારી કરીને, કમિશને UGC રેગ્યુલેશન્સ 2022 ના નિયમન નંબર 14 પર ભાર મૂક્યો છે, જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એમફિલ પ્રોગ્રામ ચલાવવા પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકે છે. યુજીસીએ અગાઉ એમફીલની ડિગ્રીને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને એમફીલ કાર્યક્રમ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.