Site icon Revoi.in

MPમા 28 વર્ષિય જર્મન વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી

Social Share

 

ઉજ્જૈનઃ-દેશભરમાં કોરોના વાયરસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ  કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભયનો માહોલ ઉત્પન્ન કર્યો છે, દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે,ત્યારે ગવે મૂળ જર્મનીથી ભારત આવેલા એક્ વ્યક્તિમાં ઓમિક્રોન વાયરસની પૃષ્ટિ કરવામાં આવી છે,

મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના જબલપુરમાં એક  28 વર્ષિય જર્મન વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો છે. જો કે, આરોગ્ય અધિકારીઓની ચિંતા પણ વધી ગઈ છે કારણ કે  પોઝિટિવ વ્યક્તિએ થોડા દિવસ પહેલા એક લગ્ન અટેન કર્યા છે, હવે આ વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.આ મામલે જીલ્લા સંપર્ક અધિકારી ડૉ. ડી મોહંતીએ જણાવ્યું હતું કે લગ્નમાં હાજર રહેલા અન્ય 50 લોકોના સેમ્પલ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે.

ડોક્ટર પાસેથી મળેલી વિગત પ્રમાણે આ વ્યક્તિ રવિવારે નવી દિલ્હીથી જબલપુર પહોંચ્યો હતો. એરપોર્ટ પર વ્યક્તિનો રેપિટ એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, સોમવારે આ વ્યક્તિનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં મધ્ય પ્રદેશમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.ઓમિક્રોન વેરિઅન્ટ સૌ પ્રથમવાર ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. ત્યારથી, આ વેરિએન્ટ 38 થી વધુ દેશોમાં ફેલાયો છે, જેમાંથી એક ભારતનો પણ સમાવેશ થાય છે. હાલમાં ભારતમાં ઓમિક્રોનના 23 કેસની પુષ્ટિ થઈ છે.