Site icon Revoi.in

નારી શક્તિ વંદન બિલના સમર્થનમાં I.N.D.I.A.ની સહયોગી પાર્ટીઓના સાંસદો મતદાન કરશે

Social Share

નવી દિલ્હીઃ પીએમ મોદીની સરકારે સંસદમાં નારી શક્તિ વંદન બિલ રજુ કર્યું છે. જેથી મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મામલે લોકસભા અને રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, I.N.D.I.A.ની સહયોગી પાર્ટીઓના નેતાઓની આજની બેઠકમાં એ વાત પર સહમતિ બની છે કે તમામ નેતાઓ મહિલા અનામત બિલના સમર્થનમાં મતદાન કરશે, પરંતુ 2024ની ચૂંટણીથી જ તેને લાગુ કરવાની માંગ સરકાર સમક્ષ મુકશે.

મહિલા અનામત બિલ પર ચર્ચા કરતી વખતે લોકસભામાં ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સંસદમાં કહ્યું કે, ભાજપ મહિલાઓનું અપમાન કરવામાં માને છે. પરંતુ સ્ત્રીઓ પુરૂષો સમાન છે. તેના બદલે સ્ત્રીઓ પુરૂષો કરતા વધુ સારી છે. લોકસભામાં SP સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું, ‘PM મોદી સાધનાની વાત કરે છે. સાધના દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. SC/ST/OBC મહિલાઓનો પણ સમાવેશ થાય ત્યારે જ સિદ્ધિ પ્રાપ્ત થશે. આ મહિલાઓને પણ અનામત મળવી જોઈએ. નબળા અને પછાત વર્ગની મહિલાઓને પણ અનામત મળવી જોઈએ.

મોદી સરકાર પર પ્રહાર કરતા લોકસભામાં જેડીયુના સાંસદ રાજીવ રંજન સિંહે કહ્યું, “આ લોકો નારી શક્તિ વંદનની વાત કરે છે. વાસ્તવમાં, તમે તમારા બંધન કરી રહ્યા છો, તેઓ ખુરશી બચાવવા માટે બંધન કરી રહ્યા છો. 2024 પછી આ લોકો કહેશે, આ માત્ર એક નિવેદન છે. હું મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરું છું.” જેડીયુના મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે, ‘નીતીશ કુમારે જ મહિલા અનામત આપીને મહિલાઓનું સન્માન કર્યું હતું. સમગ્ર દેશમાં નીતિશ કુમારના કામની ચર્ચા છે. મહિલા અનામત આવકાર્ય છે. જેને શ્રેય લેવો હોય તેણે લેતાં રહેવું જોઈએ, કોઈને કંઈ મળવાનું નથી. 9 વર્ષ અને 6 મહિના થઈ ગયા છે જ્યારે મોદી સરકારે ક્યારેય મહિલા અનામતની વાત કરી નથી.