શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આઠ શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ આખી દુનિયાને ખળભળાવી નાખી. બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 215 લોકોના મોત નીપજ્યા છે અને 500 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે. આ વિસ્ફોટની પાછળ નેશનલ તૌહીદ જમાત નામનું આતંકી સંગઠન હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનના નિરાશ્રિત નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈને આ મામલામાં એક નવી ચિંગારીને હવા આપી છે.
અલ્તાફ હુસૈને દાવો કર્યો છે કે શ્રીલંકામાં થયેલા અલગ-અલગ વિસ્ફોટોમાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાનની મુખ્ય ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ છે.
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના નેતા અલ્તાફ હુસૈને પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્રીય સંગઠનના સેક્રેટરી જનરલ અને તમામ લોકશાહી દેશોને કહ્યુ છે કે કોલંબોમાં ચર્ચો અને હોટલોમાં થયેલા હુમલાની પાછળ પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો હાથ હોવાથી ઈન્કાર કરી શકાય તેમ નથી. દુનિયાભરમાં આતંકવાદની દરેક ઘટનાનો પાયો પાકિસ્તાનમાં જ રાખવામાં આવ્યો હતો.
પાકિસ્તાની નેતા અલ્તાફ હુસૈને કહ્યુ છે કે તે શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટોને આકરા શબ્દોમાં વખોડો છે. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 215 લોકોના મોત નીપજી ચુક્યા છે અને લગભગ 450 લોકો ઘાયલ છે.
અલ્તાફ હુસૈને કહ્યુ છે કે તેમની પાર્ટી એમક્યૂએમનો દરેક કાર્યકર્તા આ વિસ્ફોટોથી વ્યથિત છે અને અમે આ લોકોના માર્યા જવાથી દુખી છીએ અને હુમલાથી પ્રભાવિત લોકોની સાથે છીએ.
અલ્તાફ હુસૈને એમ પણ કહ્યુ છે કે કટ્ટરવાદ હવે વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યો છે. આપણે તેને હરાવવા માટે એક એજન્ડા સાથે ઉભા રહેવું પડશે.