એમ.એસ.ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ, હોસ્પિટલમાં કરાયાં દાખલ
મુંબઈઃ કોરોના વાયરસની બીજી તરફ સામાન્ય જનતાની સાથે રાજકીય અને સામાજીક આવેલાનો, સેલિબ્રિટીશ અને તેમના પરિવારજનો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. એમએસ ધોની હાલ આઈપીએલમાં રમી રહ્યાં છે. દરમિયાન માતા-પિતા કોરોના સંક્રમિત થતા ધોની ચિંતિત બન્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પિતા પાનસિંહ અને માતા દેવકી દેવી બંનેના રિપોર્ટ કોરોના પોઝિટીવ હોવાની સામે આવ્યુ હતુ. બંનેને તુરત જ હોસ્પીટલમાં દાખલ કરીને સારવાર હાથ ધરવામાં આવી છે. ધોનીના માતા પિતાની સારવાર કરી રહેલા તબીબોએ અપડેટ આપ્યુ હતુ કે, તેમની સ્થિતી સામાન્ય છે. બંનેનુ ઓક્સિજન લેવલ પણ સામાન્ય છે. હોસ્પીટલ મેનેજમેન્ટ દ્રારા પણ જાણકારી અપાઇ હતી કે, તેમનુ સંક્રમણ ફેફસાંઓ સુધી પહોંચ્યુ હતુ. આશા દર્શાવવામાં આવી રહી છે કે, જલ્દી થી બંને જણા સ્વસ્થ થઇ જશે અને સંક્રમણ થી મુક્ત થઇ શકશે.