MTV યુરોપ મ્યુઝિક એવોર્ડ્સ: ટેલર સ્વિફ્ટે ચાર એવોર્ડ મેળવ્યા, BTS ને મળ્યું બિગેસ્ટ ફેન પ્રાઈઝ
મુંબઈ: એમટીવી યુરોપિયન મ્યુઝિક એવોર્ડ્સ હાલમાં જ આયોજિત થયા હતા. આ એવોર્ડ સમારોહમાં ટેલર સ્વિફ્ટનો દબદબો રહ્યો અને તેને જુદી જુદી ચાર શ્રેણીઓમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા , જયારે હાલની યુવાપેઢીમાં સૌથી વધુ લોકપ્રિય બીટીએસ ને પણ ‘બિગેસ્ટ ફેન્સ એવોર્ડ’ નામનો એવોર્ડ મળ્યો. આ કોરિયન બેન્ડની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે.
આ સમારોહ રવિવારે, તેર નવેમ્બરે જર્મનીના ડસલડોર્ફમાં આયોજિત થયો હતો. જેનું તાઈકા વૈટીટી અને રીટા અરોરાએ સંચાલન કર્યું હતું. બીટીએસ અને ટેલર સ્વિફ્ટ સિવાય બ્લેકપીન્કને પણ એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ કે-પોપ શ્રેણીમાં બીટીએસની સાથે બ્લેકપિંક પણ આ સ્પર્ધામાં સામેલ હતું અને તેમણે એવોર્ડ પણ જીત્યો. બ્લેકપિંકને ‘બેસ્ટ મેટાવર્સ પરફોર્મન્સ’ એવોર્ડ પણ મળ્યો. સાથે જ એમટીવી યુરોપિયન મ્યુઝિક એવોર્ડ્સમાં એવોર્ડ્સ જીતનાર પહેલું મહિલા કે-પોપ બેન્ડ પણ બની ગયું.
સાઉથ કોરિયન બોય બેન્ડ ‘સેવેન્ટીન’ ને પણ બે એવોર્ડ મળ્યા. જેમાં ‘બેસ્ટ ન્યુઝ આર્ટીસ્ટ’ અને ‘બેસ્ટ પુશ’ સામેલ છે. આ સાથે જ ‘ટીએક્સટી’ ને ‘બેસ્ટ એશિયા એકટ’નો એવોર્ડ મળ્યો. આખા આયોજનમાં ટેલર સ્વિફ્ટ સૌથી આગળ રહી. ટેલર સ્વિફ્ટને ‘બેસ્ટ આર્ટીસ્ટ’, બેસ્ટ વિડીયો’, ‘બેસ્ટ પોપ’ અને બેસ્ટ લોન્ગ્ફોર્મ વિડીયો’ –એમ ચાર એવોર્ડ મળ્યા.
(ફોટો : ફાઈલ)