Site icon Revoi.in

દિલ્લીમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ પહેલા કરતા ઓછા સામે આવી રહ્યા છે જે આમ તો તમામ લોકો માટે હવે રાહતના સમાચાર છે, પણ જો વાત કરવામાં આવે કોરોનાની બીજી લહેરની સાથે આવેલા ફંગસની તો તો તે લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

દિલ્લીમાં બ્લેક ફંગસના સતત વધતા કેસને લઈને બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે અને તેને લઈને કેટલીક સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. દિલ્લીમાં બુધવારના દિવસ શહેરમાં 200 જેટલા મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવ્યા હતા અને આજે શુક્રવારે તે આંકડો 620 પહોંચી ગયો છે.

મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ કે જેમાં શરીરના મોઢાના ભાગ પર તે વધારે જોવા મળે છે. જાણકારો અનુસાર તે પણ કહેવામાં આવ્યું છે કે મ્યુકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ થવાના કારણ એ છે જ્યારે શુદ્ધ ઓક્સિજન દર્દીને ન મળે ત્યારે આ પ્રકારનું ફંગસ થવાની સંભાવના વધી જાય છે.

બ્લેક ફંગસથી લોકોને બચાવવા માટે સરકાર પણ તમામ પગલા લઈ રહી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ બીમારી માટે ઈન્જેક્શનને લોંચ કરવામાં આવ્યું છે. આ ઈન્જેક્શન કે જે પહેલા 7000 રૂપિયામાં મળતું હતું. તેને હવે 1200 રૂપિયામાં માર્કેટમાં મળી રહે તે રીતે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. દેશમાં એમ્ફોટેરિસિન-બી ઈમલ્શન ઈન્જેક્શનનું ઉત્પાદન અત્યાર સુધી એક જ કંપની કરી રહી હતી પરંતુ હવે તે ઈન્જેકશનનું ઉત્પાદન વધે તે માટે અન્ય કંપનીને પણ લાયસન્સ આપવામાં આવ્યું છે જે રોજના 20,000 વાયલ બનાવી શકે તેમ છે.