Site icon Revoi.in

મુકેશ અંબાણી બન્યા નાના,દીકરી ઈશાએ જુડવા બાળકોને આપ્યો જન્મ

Social Share

મુંબઈ:દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. ઈશા અંબાણીએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે.અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ઈશા અંબાણીએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે, બંને બાળકો સ્વસ્થ છે.આ બાળકોનું નામકરણ પણ કરી દેવામાં આવ્યું છે.જુડવા બાળકોમાં છોકરીનું નામ આદિયા અને છોકરાનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું છે.

ઈશા અને આનંદ 12 ડિસેમ્બર 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.ઈશા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર પુત્રી છે. માત્ર 23 વર્ષની ઉંમરે તેણે રિલાયન્સનો બિઝનેસ સંભાળવામાં પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. તેમને ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણી 2020માં જ દાદા બન્યા હતા, જ્યારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ 10 ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો.હવે મુકેશ અંબાણી નાના બની ગયા છે.