- મુલાયમ સિંગના થયા અંતિમ સંસ્કાર
- પંચતત્વમાં વિલીન થયો પાર્થિવ દેહ
લખનૌઃ- ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક એવા મુલાયમ સિંહના આજે બપોરે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ,આ દપખદ પ્રસંગે હજારોની ભીડ તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડી હતી,તેમનો પાર્થિવ દેહ હવે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે.
મુલાયમ સિંહના દેહને પુત્ર અને પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવે અગ્નિદાહ આપ્યો હતો. નેતાજીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ સૈફઈમાં હજારો લોકો એકઠા થયા હતા. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સૈફઈના મેળાના મેદાનમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યોગ ગુરુ રામદેવ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે અંતિમ દર્શન કર્યા હતા.
તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપનારાઓમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અનેક પદાધિકારીઓ સામેલ હતા. આ દરમિયાન વરસાદના ઝાપટા પણ પડ્યા હતા મુલાયમ સિંહના અંતિમ સંસ્કાર તેમની પ્રથમ પત્નીના સ્મારકની બાજુમાં કરવામાં આવ્યા છે.આ દુખટ ઘટનાથઈ અનેક લોકોની આંખો નમ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યેને 13 મિનિટે મેદાંતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું તેઓ ઘણા સમયથી બીમાર હતા તેઓની સારવાર ચાલી રહી હતી.મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને ઈટાવામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાજકીય જગતના તમામ લોકો નેતાજીને વિદાય આપવા પહોંચ્યા હતા.