1. Home
  2. ગુજરાતી
  3. બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા બુલંદ થયાંઃ અમિત શાહ
બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા બુલંદ થયાંઃ અમિત શાહ

બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા બુલંદ થયાંઃ અમિત શાહ

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અમને પીઓકે વિશે વાત ન કરવા માટે ડરાવે છે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે તમે લોકો ડરશો, અમે પીઓકે લઈશું. મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા બુલંદ થયાં છે.

પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ભાજપના વરિષ્ઠ નેતાએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં એટલા માટે નથી ગયા કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિથી ડરતા હતા. મમતા દીદી અને કોંગ્રેસ કલમ 370 હટાવવાનો વિરોધ કરે છે. મેં પૂછ્યું તો તેઓએ કહ્યું કે લોહીની નદીઓ વહેશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. લોહીની નદીઓ તો બાજુ પર રાખો, 5 વર્ષ થઈ ગયા અને કોઈની હિંમત નથી કે એક કાંકરો પણ ખસેડવાની.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, કલમ 370 હટાવીને પીએમ મોદીએ સમગ્ર કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કાશ્મીરમાં હડતાલ થતી હતી. આજે અમારી સરકારમાં કાશ્મીરમાં હડતાલ નથી થતી. હવે પીઓકેમાં હડતાલ અને પથ્થરમારો થઈ રહ્યો છે. આપણા કાશ્મીરમાં પર્યટન વધી રહ્યું છે અને પીઓકેમાં લોટની કિંમત વધી રહી છે.

પશ્ચિમ બંગાળના સીએમ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે મમતા દીદી આપણા હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે, પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નાગરિકતા ચોક્કસ આપશે. હું વચન આપું છું કે આ તમામ લોકોને નાગરિકતા આપવામાં આવશે.

તેમણે કહ્યું કે દીદી માટી, માનવીના નારા લગાવીને સત્તા આવ્યા હતા અને આજે બંગાળમાં મુલ્લા, મદરસા, માફિયાના નારા બુલંદ થયાં છે. શું ઈમામો અને મુલ્લાઓને બંગાળની તિજોરીમાંથી પગાર આપવો જોઈએ? જ્યારે હાઈકોર્ટે ના પાડી ત્યારે મમતા દીદીએ વકફ બોર્ડ મારફતે આપ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code