શિયાળો આવતાની સાથએ જ સૌ કોઈને ચહેરાની સ્કિનની સમસ્યા સતાવે છે મોંધા પ્રડોક્ટ યૂઝ કરતા હોવા છત્તા કોઈ ફરક પડતો નથી આવી સ્થિતિમાં મુલતાની માટી કે મશુરની દાળો પેક તમારી ત્વચાની સમસ્યાનું નિવારણ બની શકે છે. મગ અને મસૂરની દાળ તેમજ ચણાદાળથી ફેસપેક બનાવી શકાય છે અને તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને તે ખૂબ જ ઓછું ખર્ચાળ હોય છે.
મશુરની દાળનો પેક
મશુર અને મગની દાળ 1 1 ચમચી લઈને ક્રશ કરીને તેના પાવડરમાં 2 ચમચી મધ એડ કરીને તેનો પેક લગાવાથી સ્કિન લીસી બને છે સાથે જ ફાટેલી સ્કિનમાં રાહત પણ મળે છે.
ચણાની દાળો પેક
જો તમારી સ્કિન ડ્રાય છે તો ચણાનો લોટ અને કેળાનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકાય છે માટે સૌથી પહેલા એકવાર અડધા પાકેલા કેળાને મેશ કરી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી મલાઈ અને ગુલાબજળને મિક્સ કરી લો.આ પેકથી ત્વચા કોમળ બને છે.
મુલતાની માટીનો પેક
આ સાથે જ મુલતાની માટી ચહેરા પરથી ખીલને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે ચણાની દાળ ચહેરા પરના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. 2 ચમચી મુલતાની માટીમાં એક ચમચી બેસન મિકસ કરીને તોનો પેક બનાવી શકો છો તેમાં 1 ચમચી એલોવેરા જેલ પણ એડ કરીલો ા પેકથી ત્વચા ખૂબ જ કોમળ બની જાય છે. અને ડાર્કનેસ દૂર થાય છે.