Site icon Revoi.in

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન:100 કિમી પુલ,230 કિમી પિલર લગાવવાનું કામ પૂર્ણ,રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

Social Share

અમદાવાદ:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે 100 કિમી પુલનું બાંધકામ અને 230 કિમી થાંભલાઓ લગાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કાર્ય કરી રહેલ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આ માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે.

NHSRCL મુજબ, આ પુલોમાં ગુજરાતની 6 નદીઓ એટલે કે વલસાડ જિલ્લાના પાર અને ઔરંગા, નવસારી જિલ્લામાં પૂર્ણા, મીંઢોલા, અંબિકા અને વેંગાનિયા પરના પુલોનો સમાવેશ થાય છે. NHSRCLએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટનો પહેલો ગર્ડર 25 નવેમ્બર 2021ના રોજ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને બ્રિજનો એક કિલોમીટર છ મહિનામાં એટલે કે 30 જૂન 2022 સુધીમાં તૈયાર થઈ ગયો હતો.”આ વર્ષે 22 એપ્રિલના રોજ 50 કિલોમીટરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને ત્યારબાદ છ મહિનામાં 100 કિલોમીટરના પુલ બનાવવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત પ્રોજેક્ટના 250 કિલોમીટર માટે થાંભલાઓ લગાવવાનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે.અને બંધાયેલા પુલની બાજુઓ પર અવાજ અવરોધો શરૂ કરવામાં આવ્યા છે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. શેરહોલ્ડિંગ સિસ્ટમ મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને રૂ. 10,000 કરોડ ચૂકવશે, જ્યારે ગુજરાત સરકાર રૂ. 5,000 કરોડ ચૂકવશે અને મહારાષ્ટ્ર સરકાર પણ સમાન રકમ ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકાના વ્યાજે લોન દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિલોમીટરથી વધુનું અંતર કાપશે તેવી અપેક્ષા છે