Site icon Revoi.in

મુંબઈ અને દિલ્હી શહેર પ્રવાસીઓને ફરવા માટે સૌથી મોંધા શહેરોમાં સામેલ, વિશ્વસ્તરે મુંબઈ 147મા સ્થાન પર

Social Share

દિલ્હીઃ- દેશમાં લોકોની ફરવા માટેની પસંદની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકોને મુંબઈનો ક્રેઝ હોય છે ત્યાર બાદ દિલ્હી પણ એવો પ્રદેશ છે જ્યા દરેક વ્યક્તિ એક વાર તો જવા ઈચ્છે છે પરંતુ પ્રવાસીઓ માટે આ બન્ને શહેર ખૂબ જ મોંધા છે. આ સાથએ જ કર્ણટાકનું બેંગલોસ સિટી પણ ખૂબ મોધું છે.

આ બાબતે એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે તેમાં પ્રવાસની દ્ર્ષ્ટિએ સૌથી મોંધા શહેરોની યાદી જારી કરી છે.મર્સરના ‘કોસ્ટ ઓફ લિવિંગ સર્વે-2023’ અનુસાર, પાંચ ખંડોના 227 શહેરોમાંથી મુંબઈ વૈશ્વિક સ્તરે 147મા ક્રમે છે. ભારતમાં વિદેશીઓ માટે તે સૌથી મોંઘું શહેર છે. વૈશ્વિક સ્તરે, હોંગકોંગ યાદીમાં મોખરે છે.

વૈશ્વિક રેન્કિંગમાં દિલ્હી 169મા, ચેન્નાઈ 184મા, બેંગલુરુ 189મા, હૈદરાબાદ 202મા, કોલકાતા 211મા અને પુણે 213મા ક્રમે છે.જ્યારે દિલ્હી ભારતમાં બીજા સ્થાને છે.

જારી કરવામાં આવે લા આ સર્વે પ્રમાણે  ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને પુણે જેવા ભારતીય શહેરો મુંબઈના 50 ટકાથી ઓછા છે. 2023માં પ્રવાસીઓ માટે એશિયાના 35 સૌથી મોંઘા શહેરોમાં મુંબઈ અને દિલ્હીનો સમાવેશ થાય છે.

જોકે, મહત્વની વાત એ છે કે  વિતેલા વર્ષની સરખામણીમાં મુંબઈ એશિયાના શહેરોમાં એક સ્થાન સરકીને 27મા સ્થાને પહોંચી ગયું છે. સર્વેમાં 200 થી વધુ સામાન અને સેવાઓની કિંમતોની સરખામણી કરવામાં આવી હતી, જેમાં દરેક સ્થાન પર રહેઠાણ, ખોરાક, પરિવહન, કપડાં, ઘરગથ્થુ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે મુંબઈને મહાનગરી અને ડ્રિમ સિટી તરીકે પણ ઓળખાય છે અહીં દરરોજ હજારો લોકો અનેક સપના લઈને આવતા હોય છે તો પ્રવાસીઓ પણ અહીની લાઈફ સ્ટાઈથી રંગાતા હોય છે.