Site icon Revoi.in

આજે મુંબઈ હુમલાની વરસી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદોને કર્યા યાદ

Social Share

દિલ્હી:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાની શનિવારે એટલે કે આજે 14મી વર્ષગાંઠ છે.આ આતંકી હુમલામાં આતંકીઓએ 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈ હુમલાના પીડિતોને યાદ કર્યા હતા.

તેમણે કહ્યું કે 26/11ની વર્ષગાંઠ પર, દેશ કૃતજ્ઞતા સાથે યાદ કરી રહ્યો છે કે જેમને આપણે ગુમાવ્યા. અમે તેમના પ્રિયજનો અને પરિવારજનોના દુઃખમાં સહભાગી છીએ.રાષ્ટ્ર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પે છે જેમણે બહાદુરીથી લડ્યા અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ હુમલામાં જીવ ગુમાવનારાઓને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી.તેમણે કહ્યું કે,આતંકવાદ માનવતા માટે ખતરો છે.ભારત સહિત સમગ્ર વિશ્વ 26/11ના હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.સમગ્ર વિશ્વ પીડિત પરિવારોની સાથે ઉભું છે.જેમણે આ હુમલાની યોજના ઘડી હતી તેઓને ન્યાયના ઘેરામાં લાવવા જોઈએ. વિશ્વભરના આતંકવાદના દરેક પીડિત પ્રત્યે અમારી સંવેદના.