મુંબઈ – ભીડ ઓછી કરવા મધ્ય રેલ્વેનો મહત્વનો નિર્ણય, 10 રુપિયાની પ્લેટફોર્મ ટિકિટના 50 રુપિયા કરાયા
- રેલ્વે સ્ટેશન પર ભીડ ઓછી કરવા મધ્ય રેલ્વેનો નિર્ણય
- પ્લેટફોર્મ ટિકિટનો 10 થી 50 રુપિયા ચાર્જ કરાયો
મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે, ત્યારે અનેક જાહેર જગ્ય.ાઓ પર ભીળ ન થાય તે માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે,ત્યારે રહવે મધ્ય રેલ્વે એ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને રેલ્વે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
રેલ્વે અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે સેન્ટ્રલ રેલ્વેએ મુંબઇ મેટ્રોપોલિટન ક્ષેત્રના કેટલાક મહત્વપૂર્ણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું હતું કે, મુંબઇમાં પ્લેટફોર્મ ટિકિટ હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ટ તિલક ટર્મિનસ અને નજીકના થાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડીમાં રૂ .10 ની જગ્યાએ 50 રૂપિયામાં મળશે.
અધિકારીએ જણાવ્યું હતું કે નવો દર 24 ફેબ્રુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને તે આ વર્ષેના જૂન મહિનાની 15 તારીખ સુધી લાગુ રહેશે. તેમણે કહ્યું કે, ઉનાળાની મુસાફરી દરમિયાન ભીડ ન થાય તે માટે આ પગલું ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણનો દર મુંબઈમાં વધતો જોવા મળી રહ્યો છે, દૈનિક કેસ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઈમાં વધતા જઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી 3.25 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 11 હજાર 400 થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.
સાહિન-