બોલિવૂડ એક્ટર સોનુ સૂદની સામે દવા ખરીદવા અને લોકોને તેને ઉપલબ્ધ કરાવવાના મામલે મોમ્બે કોર્ટ એ તપાસના આદેશ આપ્યા
- સોનુ સૂદની વધી મુશ્કેલીઓ
- મુંબઈ હાઈકોર્ટએ એક્ટર સામે તપાસના આદેશ આપ્યા
દિલ્હીઃ- કોરોનાકાળમાં એક મશિહા તરિકે ઊભરી આવેલા બોલિવૂડના જાણીતા એક્ટર સોનુ સૂદની મુશ્કેલી વધી છે,વિતેલા દિવસને બુધવારના રોજ મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યા છે કે, જનતા માટે કોરોનામાં ઉયોગમાં લેવાતી દવાઓ ખરીદી અને તેને લોકો માટે ઉપલબ્ધ કરવાવા બાબતે સોનુ સૂદની તપાસ કરવામાં આવે,આ સાથે જ કોર્ટે કોંગ્રેસના નેતા જીશાન સિદ્દીકી સામે પણ તપાસના આદેશ આપ્યા છે.
હાઈકોર્ટે કહ્યું કે આ લોકોએ પોતાને એક પ્રકારનો મસીહા ગણાવ્યા. એ વાતની ભાળ મેળવી નહી કે,દવાઓ પણ નકલી તો નથી, અને તેની ઉપલબ્ધ કાયદેસર છે કે નહી.ન્યાયાધીશ એસ.પી. દેશમુખ અને જ.એસ. કુલકર્ણીની ખંડપીઠે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોની દ્વારા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે ચેરિટેબલ ટ્રસ્ટ બી.ડી.આર. ફાઉન્ડેશન અને તેના ટ્રસ્ટીઓ વિરુદ્ધ સિદ્દીકીને રેમડેસિવીર ડ્રગ સપ્લાય કરવા મામલે મજગાવ મહાનગર અદાલત માં ફોજદારી કેસ કર્યો છે. જે બાદ ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને તપાસના નિર્દેશ આપ્યા હતા.
કુંભકોનીએ કહ્યું કે સિદ્દીકી ફક્ત તે જ નાગરિકોને દવાઓ પહોંચાડતા હતા કે જેઓ તેમનોૃ સંપર્ક કરતા હતા, તેથી તેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે સોનુ સૂદે ગોરેગાંવની લાઈફલાઈન કેર હોસ્પિટલ સ્થિત અનેક દવાઓની દુકાનમાંથી દવાઓ મેળવી હતી. ફાર્મા કંપની સિપ્લાએ આ ફાર્મસીઓમાં રેમડેસિવીર સપ્લાય કર્યુ હતું અને આ મામલે તપાસ હજુ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની બીજી તરંગ દરમિયાન જ્યારે ઓક્સિજનનું સંકટ હતું ત્યારે સોનુ સૂદ આવી સ્થિતિમાં ઓક્સિજન સિલિન્ડર આપીને લોકોને મદદ કરી રહ્યો હતો. આ ઉપરાંત, કોરોનાથી સંબંધિત દવાઓ અને રેમડેસિવીર પણ ઉપલબ્ધ કરવ્યા હતા, ત્યારે હવે તે કાયદેસ હતું કે નહી તે વાતને લઈને સોનુ પર તપાસના આદેશ જારી કરવામાં આવ્યો છે,