- બિલ્ડિંગમાં સર્જાયો અકસ્માત
- પાંચ લોકોના મોત
- બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતા જાનહાનિ
મુંબઈ: મુંબઇના વર્લી વિસ્તારમાં એક નિર્માણધીન બિલ્ડીંગમાં સર્વિસ લિફ્ટ તૂટી પડવાની ઘટના બની છે તેમાં પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટના શનિવારે સર્જાઇ હતી. ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરકર્મીઓ અને બચાવ અભિયાન શરૂ થઇ ગયું છે. સૂચના મળતાં જ પોલીસ અને બચાવકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા અને લોકોને નિકાળવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
એક પોલીસ અધિકારીએ એક નિવેદનની સાંજે 5: 45 પર હનુમાન ગલીમાં બીડીડી ચાલી પાસે નિર્માણધીન બિલ્ડીંગમાં અચાનક સર્વિસ લિફ્ટ પડી ગઇ હતી. ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકોમાંથી એકને પરેલના કેઇએમ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નગર નિગમ દ્વારા સંચાલિત નાયર હોસ્પિટલમાં 3 લોકોને ડોક્ટરે મૃત જાહેર કરી દીધા હતા, જ્યારે એક અન્ય ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. તે વર્લી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.
ભારે વરસાદ-ભૂસ્ખલનના લીધે અકસ્માતોમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 112 લોકોના મોત થયા છે, તો બીજી તરફ 99 લોકો હજુ સુધી ગુમ છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર 1 લાખ 35 હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે.