Site icon Revoi.in

મુંબઈ મુશળધાર વરસાદથી જળબંબોળ, લોકલ ટ્રેન સેવાને અસર

Social Share

મુંબઈઃ મુંબઈમાં મેઘરાજાએ રૂદ્ર સ્વરૂપ દેખાડ્યું હોય તેમ ગણતરીના કલાકોમાં જ 12 જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયો હતો. તેમજ અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદને પગલે મુંબઈની લોકલ રેલ વ્યવહારને પણ વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.

મુંબઈમાં ભારે વરસાદ અંગે IMDના ડિરેક્ટર સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે, “…આજે સવારે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે લગભગ 270 મીમી વરસાદ નોંધાયો હતો… મુંબઈમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.” આવતીકાલે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મુંબઈમાં સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે જણાવ્યું હતું કે, “રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. 6 કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને ટ્રેનો ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારે વરસાદને કારણે વરસાદ રેલવેની કેટલાક સ્થળો ઉપર મુખ્યલાઈન પર પાણી ભરાયાં છે. જેથી રેલ વ્યવહારને અસર થઈ છે. આ ઉપરાંત લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ ધનરાજ નીલાએ જણાવ્યું હતું કે, “સવારે 9:30 વાગ્યા સુધી હાર્બર લાઇન પર સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી હતી. સવારે 9:30 વાગ્યા પછી હાર્બર લાઇનના ચુનાભટ્ટી સ્ટેશન પર ભારે વરસાદ અને મીઠી નદીમાં પાણી આવ્યું હતું. આને કારણે , ટ્રેક પર ઘણું પાણી એકઠું થયું અને તેના કારણે ચુનાભટ્ટી સ્ટેશન પર લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વડાલા રોડ સુધી સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વેસ્ટર્ન, ગોરેગાંવ સુધી પણ સેવાઓ ચલાવવામાં આવી રહી છે. આ સાથે માનખુર્દથી પનવેલ સુધીની સેવા સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે, પરંતુ વડાલા રોડથી માનખુર્દ સુધીના મધ્યભાગમાં કોઈ સેવા ચાલી રહી નથી… પાણીનું સ્તર ઘટતાંની સાથે જ ત્યાંથી સેવાઓ શરૂ કરવામાં આવશે. પ્રયાસ કરવામાં આવશે.”

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ટ્રેક પરથી પાણી હટાવવાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ટ્રાફિક સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સીએમ શિંદેએ વધુમાં કહ્યું, “મેં તમામ ઈમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિકોએ જરૂર પડ્યે જ બહાર આવવું જોઈએ. હું મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓને પણ સહકાર આપવા અપીલ કરું છું.”