- બાઇક-સ્કૂટી પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ જરૂરી
- નહીં પહેરવા પર થશે દંડ
- 15 દિવસ પછી અમલમાં આવશે નિયમ
મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે દ્વિચક્રી વાહનોની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહીની ચેતવણી આપી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે,આ નિયમ 15 દિવસ પછી અમલમાં આવશે જેના પછી ટ્રાફિક અધિકારીઓ ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરશે.
દ્વિચક્રી વાહનોની પાછળની સીટ પર બેઠેલા મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા નથી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.હાલમાં, ટ્રાફિક પોલીસ હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવનારાઓ માટે 500 રૂપિયાનો દંડ કરે છે અથવા તેમનું લાઇસન્સ રદ કરે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું,હવે 15 દિવસ પછી હેલ્મેટ વગર પાછળની સીટ પર બેઠેલા લોકોને પણ આ જ દંડનો સામનો કરવો પડશે.