સૌથી વધુ ટ્રાફીક વાળા વિશ્વના ટોચ 5 શહેરોમાં મુંબઈ – આ મામલે ભારતના 5 શહેરો ટોપ 25મા
- વિશ્વાના 5 સૌથી વધુ ટ્રાફિક વાળા શહેરોમાં મુંબઈનો સમાવેશ
- આ મામલે ટોપ 25માં ભારતના 5 શહેરોનો થયો સમાવેશ
દિલ્હીઃ- વિશ્વભરમાં જે રીતે વસ્તીનો વ્યાપ થી રહ્યો છે એ રીતે મોટા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી રહેતી હોય છે વધુ વસ્તી વાળા શહેરોમાં મોટા પ્રમાણમાં ટ્રેફિક જોવા મળે છે ત્યારે સૌથી વધુ વાહનોની ગીચતા કે ટ્રાફિ મામલે વિશ્વનાં ટોચના 5 શહેરોને લઈને કરવામાં આવેલા સર્વેમાં મુંબઈનો પમ સમાવેશ થયો છે.
તાજેતરમાં રજૂ કરવામામં આવેલો આંતરરાષ્ટ્રીય કંજેશન રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ટ્રાફિક વાળા શહેરોની યાદીમાં મુંબઇ 2020માં ચોથા ક્રમે હતું હવે વધતા વાહનોની સંખ્યા અને અવર જવર વધવાને કારણે વર્ષ 2021માં આ મહાનગરે વૈશ્વિક યાદીમાં પાંચમો ક્રમ મેળવ્યો છે.
જો કે વાહનોની ગીચતા ઘટી હોવા છંત્તા ભારતનાં ચાર શહેરો ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્શની વિશ્વનાં ટોચના ક્રમના 25 શહેરોની યાદીમાં સ્થાન પામ્યાં છે. આ શહેરોમાં પાંચના સ્થઆન પર મુંબઇ,દસમાં સ્થાન પર બેંગલુકુ,11 મા સ્થાને નવી દિલ્હી અને 12માં નંબરે પુણેનો સમાવેશ થાય છે.
ટ્રાફિકની ગીચતા વિશેના આ અભ્યાસમાં માહિતી મળી છે કે 2021ના ચોમાસામાં તથા તહેવારો- ઉત્સવો દરમિયાન મુંબઇમાં સૌથી વધુ ખરાબ ટ્રાફિક સર્જાયો ,ચોમાસામાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક સર્જાયો હતો તેનું એક કારણ એ પણ છે કે કોરોના સમયે ટ્રેનના પ્રવાસ પર પ્રતિબંધ હતો તે દરમિયાન અનેક લોકો મોટર માર્ગે પ્રવાસ કરતા હતા. જેને લઈને આ ટ્રાફિકની ગીચતામાં વધારો નોંધાયો છે.