- મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ
- દિલ્હી કેપિટલ્સને માત આપીને પ્રથમ વૂમેન પ્રિમિયર લીગનું ટાઈટલ જીત્યું
દિલ્હીઃ- વર્ષ 2023 થી જ વૂમેન્સ પ્રિમિયલ લીગની રનમાવાની શરુાત થઈ ત્યારે વિતેલા દિવસના રોજ આ પ્રથમ સિઝનની જીત મુંબઈ ઈન્ડિયસ્ ટીમે પોતાના નામે કરી છે તેમણ ેદિલ્હી કેપિટલ્સને હરાવીને આ ટાઈટલ જીત્યું છે.વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ જીતીને તેઓએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે.
હીલી મેથ્યુઝના નેતૃત્વમાં તેમના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ, નેટ સાયવર બ્રન્ટના 55 બોલમાં અણનમ 60 રનની મદદથી, મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટથી હરાવીને પ્રથમ મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું.
આ મેચમાં શિખા પાંડે અને રાધા યાદવ વચ્ચે દસમી વિકેટ માટે 52 રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ ત્રણ બોલ બાકી રહેતા ત્રણ વિકેટે 134 રન બનાવ્યા હતા.
સ્કીવર બ્રન્ટે એને તેની 55 બોલની ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 39 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. અંતે એમેલિયા કેરે આઠ બોલમાં અણનમ 14 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.
જો કે આ પહેલા મુંબઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 11મી ઓવરમાં દિલ્હીનો સ્કોર ત્રણ વિકેટે 74 રન હતો. આ પછી છ વિકેટ પાંચ રનમાં પડી ગઈ હતી અને 16મી ઓવર પછી સ્કોર નવ વિકેટે 79 રન હતો.