1. Home
  2. ગુજરાતી
  3. મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 40 મિલિયનથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું બેસ્ટ એરપોર્ટ
મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 40 મિલિયનથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું બેસ્ટ એરપોર્ટ

મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 40 મિલિયનથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું બેસ્ટ એરપોર્ટ

0
Social Share

મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને (CSMIA) એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એશિયા પેસિફિકના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે નવાજવામાં આવ્યું છે. સતત છ વર્ષથી ‘બેસ્ટ એરપોર્ટ’ તરીકે ઉભરી આવતા CSMIAએ 2022માં પણ 40 મિલિયનથી વધુ મુસાફરો સાથે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. એરપોર્ટ સર્વિસ ક્વોલીટી (ASQ) એવોર્ડ્સને એરપોર્ટ ક્ષેત્રે પ્રતિષ્ઠીત સન્માન માનવામાં આવે છે કારણ કે તે મુસાફરોના ફીડબેક આધારિત અનુભવોને મહત્વ આપે છે.

ASQ એવોર્ડ્સ મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ અને સંતોષજનક સેવાઓ માટે સમર્પિત CSMIAના સાર્થક પ્રયત્નોને માન્યતા આપે છે. આ એવોર્ડસ CSMIAની ઉત્કૃષ્ટ સુવિધાઓ પ્રદાન કરવા માટેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન એરપોર્ટ પર હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીઓના પરિણામે મુસાફરોને શ્રેષ્ઠ અનુભવો સાંપડ્યા છે જેમ કે:

  1. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ‘ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ચેક પોઇન્ટ’ સાથે પાથ-બ્રેકિંગની અવનવી સુવિધા
  2. સૌપ્રથમ વાર વર્ટીકલ એક્સીસ વીન્ડ ટર્બાઈન(VAWT) અને સોલર પીવી સિસ્ટમની શરૂઆત.
  3. 100% ગ્રીન એનર્જી વપરાશકર્તા એરપોર્ટમાં
  4. ACI ના ACA પ્રોગ્રામ હેઠળ સર્વોચ્ચ લેવલ 4+ “ટ્રાન્ઝીશન” પ્રાપ્ત કરનાર એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત
  5. ઇલેક્ટ્રિક વાહન (EV) ઝડપી ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના અને તેમાં 45થી વધુ નવા EVનો ઉમેરો
  6. ખાનગી જેટ માટે અદ્યતન જનરલ એવિએશન ટર્મિનલનું અનાવરણ અને મુંબઇથી આરામદાયક મુસાફરીની નવતર સુવિધા
  7. પાર્કિંગ ચુકવણીમાં સરળતા માટે અને રોકાણનો સમય ઘટાડવા માટે ‘ફાસ્ટેગ કાર પાર્ક’ લોન્ચ કર્યું
  8. સિંગલ-યુઝ પ્લાસ્ટિકના રિસાયક્લિંગને પ્રોત્સાહન માટે રિવર્સ વેન્ડિંગ મશીન્સ ઇન્સ્ટોલ કર્યા
  9. તમામ મુસાફરો માટે એરપોર્ટ પર શોપીંગ અને વિન લકી ડ્રો સાથે ઉજવણી.
  10. મુસાફરો માટે 45-દિવસીય સમર કાર્નિવલ હોસ્ટ કરે છે.
  11. 27 બહાદુર અને યુવાન કેન્સરના દર્દીઓ માટે એર ચાર્ટર સર્વિસ ઇન્ડિયા (ACS) આયોજીત કરી તેમના માટે મુસાફરીનો શ્રેષ્ઠ અનુભવ બનાવ્યો
  12. મુસાફરોની ગતિવીધીઓને ઝડપી બનાવવા 2D બારકોડ રીડર સ્થાપિત કર્યા.

આ તમામ પહેલો CSMIA ના મુસાફરો અને તેમની બદલાતી માંગ પ્રત્યે સમર્પિત પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

CSMIA ના પ્રવક્તા જણાવે છે કે “એશિયા-પેસિફિકમાં 40 મિલિયનથી વધુ મુસાફરોની કેટેગરી માટે 2022માં ફરીથી એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ પ્રાપ્ત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અમે મુસાફરોના અતૂલ્ય ભરોસા માટે આભારી છીએ. મુસાફરોની ઉત્કૃષ્ટ સેવા અને શ્રેષ્ઠ અનુભવો માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ એવોર્ડ CSMIAની યશકલગીમાં નવા પીંછા તરીકે ઉમેરાશે. આ એવોર્ડ દુનિયાભરના અગ્રણી એરપોર્ટ્સની શ્રેણીમાં મુસાફરો માટે એકીકૃત, પર્યાવરણમિત્ર મુસાફરીના અનુભવ માટેના સમર્પણને ઉજાગર કરે છે.”

ACI રેટિંગ્સ એ ઉડ્ડયન સેગમેન્ટમાં સૌથી પ્રતિષ્ઠિત વિજેતાઓમાંનું એક છે જે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટને માન્યતા આપે છે. મુસાફરી વખતે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ) ના સર્વેક્ષણ વિશ્વભરમાં કરવામાં આવે છે જ્યાં એરપોર્ટ સેવાઓ રેટ કરવા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલા વૈશ્વિક ધોરણો બાદ વૈજ્ઞાનિક પદ્ધતિ અને કડક ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા, સેવા પરિમાણો એરપોર્ટની શ્રેષ્ઠતાને ઓળખવા માટે એવોર્ડની નિષ્પક્ષતાનો પુરાવો છે.

CSMIA નવી તકનીકી નવીનતાઓ લાવવામાં એક અગ્રદૂત છે. 2021 માં તેને ACI દ્વારા ‘ધ વોઈસ ઓફ ધ કસ્ટમર’ માન્યતા પ્રાપ્ત થઈ છે અને સતત છઠ્ઠી વખત 40 મિલિયનથી વધુ પેસેન્જર કેટેગરીના એવોર્ડમાં કદ અને ક્ષેત્રમાં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મેળવ્યો છે. CSMIA અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને તકનીકી નવીનીકરણ ધરાવતું અગ્રણી એરપોર્ટ છે. CSMIA તમામ મુસાફરોની આવશ્યકતાઓને સમજવા અને સર્વોત્તમ સેવાઓ પહોંચાડવાની સુવિધાઓ માટે સમર્પિત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code