Site icon Revoi.in

‘આરે’ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મુંબઈ મેટ્રોનો દાવો- અમે વાવ્યા છે 24 હજાર વૃક્ષો

Social Share

સુપ્રીમ કોર્ટમાં સોમવારે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના મામલા પર સુનાવણી થવાની છે. અહીં મુંબઈ મેટ્રોના એક પ્રોજેક્ટ માટે લગભગ 2500 વૃક્ષો કાપવાની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેનો પુરજોર વિરોધ થઈ રહ્યો છે. કોર્ટમાં સુનાવણી પહેલા મુંબઈ મેટ્નો દાવો છે કે તેમણે મુંબઈમાં લગભગ 24 હજાર વૃક્ષો લગાવ્યા છે. તેનું સતત ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.

મુંબઈ મેટ્રો-3ના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે અમે જે વાયદો કર્યો હતો તેને પુરો કર્યો છે. મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશને મુંબઈ શહેરમાં 24 હજાર વૃક્ષો લગાવ્યા છે, તેમા આરે મિલ્ક કોલોની પણ સામેલ છે.

આ દરમિયાન મેટ્રો તરફથી કદંબ, બેહડા સહીત ઘણી પ્રજાતિના વૃક્ષો લગાવવામાં આવ્યા છે, જાં 6-12 ઈંચ લંબાઈના છોડ પણ સામેલ છે. બે વર્ષની મહેનત હવે રંગ લાવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કર્ટમાં આરેમાં 2500થી વધારે વૃક્ષો કાપવાની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. જો કે જ્યારે આ અરજી દાખલ કરવામાં આવી છે, ત્યાં સુધી મહત્તમ વૃક્ષો કપાઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટે આ વૃક્ષોને જંગલ માનવાનો ઈન્કાર કર્યો હતો.

મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ વિરુદ્ધ સતત પ્રદર્શન થઈ રહ્યું છે, સામાન્ય લોકોથી લઈને બોલીવુડની સેલિબ્રિટી સુધી તો તે રાજનેતા પણ આ પ્રદર્શનમાં સામેલ છે. દરેકનું એ કહેવું છે કે મેટ્રો પ્રોજેક્ટના નામ પર આવા પ્રકારે પ્રકૃતિને નુકસાન પહોંચાડી શકાય નહીં અને કોલોનીન વૃક્ષોને મુંબઈના ફેંફસા માનવામાં આવે છે.

વૃક્ષો કપાવવાની વિરુદ્ધ દીયા મિર્ઝા, ફરહાન અખ્તર સહીત ઘણી સેલિબ્રિટી ટ્વિટ કરી ચુકી છે, તો શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે આ મામલા પર પોતાની જ ગઠબંધન સરકારની વિરુદ્ધ મોરચો ખોલી ચુક્યા છે.