મુંબઈઃ NCBના ઝોનલ ડાયરેક્ટર સચિન વાનખેડેની જાસુસી !, ઉચ્ચ અધિકારીએ DGP સાથે કરી મુલાકાત
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યનની એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સચિન વાનખેડેની આગેવાનીમાં સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન એનસીબીના અધિકારી સચિન વાનખેડેની જાસુસી કરવામાં આવતી હોવાની અટકળો વહેતી થઈ છે. એટલું જ નહીં જાસુસી કરનારા બંને વ્યક્તિઓ પોલીસ કર્મચારી હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન સચિન વાનખેડેએ ડીજીપીની મુલાકાત લીધી હતી. જો કે, એનસીબીના અધિકારીએ પોતાની જાસુસી મુદ્દે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપુત કેસમાં પહેલીવાર એનસીબીના અધિકારી ચર્ચામાં આવ્યાં છે. બોલીવુડના કિંગખાન ગણાતા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને જેલના સળિયા પાછળ ધકેલતા ચર્ચામાં આવ્યાં છે. દરમિયાન સમીર વાનખેડેની જાસુસી કરવામાં આવતી હોવાતી હોવાની અટકળો વહેતી થઈ છે. તેમજ તેમણે ડીજીપી સાથે મુલાકાત કરી હતી. સમીર વાનખેડેની છબી એક કડક અધિકારની છે. તેમના નામથી માત્રથી ડ્રગ્સ માફિયા અને સેલિબ્રીટીઝ પણ ડરે છે. ઉચ્ચ પોલીસ અધિકારી સચિન વાનખેડાએ પોતાની ઉપર નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. સિવિલ કપડામાં બે પોલીસ કર્મચારીઓ તેમનો પીછો કરતો હોવાનું સામે આવ્યું છે. આ બંને પોલીસ કર્મચારીઓ ઓશિવરા પોલીસ સ્ટેશનના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અધિકારીના માતાની જે કબ્રસ્તાનમાં અંતિમવિધી કરાઈ હતી. દરમિયાન બે વ્યક્તિઓ કબ્રસ્તાનના ટ્રસ્ટીઓને મળ્યાં હતા. તેમજ પોલીસ તરીકેની ઓળખ આપીને સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતા.