Site icon Revoi.in

મુંબઈ પોલીસે નાગાલેન્ડના કેબિનેટ મંત્રી વિરુદ્ધ શરૂ કરી તપાસ

Social Share

મુંબઈ: ભાજપ માટે નાગાલેન્ડથી ચોંકાવનારા સમાચાર પ્રદર્શિત થઈ રહ્યા છે. મુંબઈ પોલીસે નાગાલેન્ડના કેબિનેટ મંત્રી અને ભાજપ સાંસદ તેમજેન   ઇમના અલોંગ સામે એક કંપની સંબધિત રોકાણ વિવાદ કેસમાં તપાસ  શરૂ કરી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં આ માહિતી આપી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો અને પછી તપાસ ચાલુ થઈ હતી. મુંબઈ સ્થિત કંપની મર્કેનટાઈલ લિમિટેડે તેની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કંપનીએ ભાજપ સાંસદની મરજીથી જ નાગાલેંડમાં 125 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જો કે પુરવઠાની તમામ પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી ઇન્વોઇસ જાહેર કર્યા પછી, અલોન્ગે કંપનીથી પોતાનો છેડો ફાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે “આ વાત 2015ની છે જ્યારે હું કોઈ હોદ્દા પર ન હતો, મારા પર લગાવેલા બધાં આરોપો પાયા વિહોણા છે” કંપનીએ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ EOWમાં ફરિયાદ નોંધાવી હતી.

કંપનીએ જણાવ્યું હતું કે 2015 થી 2018 વચ્ચે નાગાલેન્ડમાં રોકાણ કરવા માટે તેમનો સંપર્ક કરાવ્યો હતો કંપનીએ 21 એપ્રિલ 2015 ના રોજ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને આશરે 125 કરોડનું રોકાણ કર્યુ હતું. કરારમાં ચોખા-ખાંડના પુરવઠા અને બાંધકામના લગતાં કોન્ટ્રાક શામેલ હતો, જો કે બાદમાં તેને તેમજેન તરફથી કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો. તમને જણાવી દઈએ કે તેમજેન નાગાલેંડની રાજ્યસરકારમાં પ્રવાસન અને ઉચ્ચ શિક્ષણમંત્રી છે.

તેમજેને કેબિનેટ મંત્રીનું પદ સાંભળ્યું હોવાના કારણે, મુંબઈ પોલીસના STF  કમિશનર સંગ્રામસિંહ નિશાનદારે 24 જૂન, 2024ના રોજ નાગાલેંડ લોકયુક્તને આ બાબતની વિચારણા માટે ફરિયાદ મોકલી હતી. લોકાયુક્ત વતી કહેવામાં આવ્યું હતું કે  જ્યારે આ મામલો બન્યો હતો ત્યારે તેમજેન સરકારમાં ન હતા, તેથી તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી. લોકયુક્તના જવાબ પછી  STF EOW એ  તપાસ હાથ ધરી હતી.