Site icon Revoi.in

મુંબઈની એક કલબમાં પાર્ટી ઉપર દરોડા, પાર્ટીમાં સુરેશ રૈના સહિતના મહામુભાવો હતા હાજર

Social Share

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. દરમિયાન મુંબઈની એક ક્લબમાં ચાલતી પાર્ટી ઉપર પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ પોલીસે 34 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ પાર્ટીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સહિતની જાણીતી હસ્તીઓ પણ સામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં કોરોના મહામારીને પગલે કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેમજ કેટલાક નિયમો પણ સરકાર દ્વારા બનાવવામાં આવ્યાં છે. દરમિયાન મુંબઈની એક જાણીતી ક્લબમાં પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે મોડી રાત્રે નિયમનો ભંગ કરીને પાર્ટી કરતા 34 વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પાર્ટીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, સિંગર બાદશાહ, ગુરુ રંધાવા, ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સહિતના ખ્યાતનામ લોકો પણ હાજર હોવાનું જાણવા મળે છે. આ તમામ લોકો કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કરી પાર્ટી કરી રહ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હોવાનું જાણવા મળે છે.