- મુંબઈ પોલીસને બોમ્બ બ્લાસ્ટ થવાની ચેતવણીનો કોલ
- ફોન આવતા જ પોલીસ એલર્ટ મોડમાં
મુંબઈઃ-ડ મહારાષ્ટરની માયાનગરી મુંબઈ હંમેશા ચર્ચામાં હોય છે મુંબઈમાં તાજહોટલ પર થયેલા બ્લાસ્ટ બાદ પોસીલ સતત એલર્ટ મોડમાં રહેતી હોય છે આ સાથે જ ઘણી વખતદ બ્લાસ્ટ થવાના કોલ અને ધમકી પણ મળતી રહેતી હોય છે ત્યારે આજે ફરી એક વખત મુંબઈ પોલીસ જોઈન્ટ કમિશ્નરને કંઈક આવો જ કોલ આવ્યો હતકો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે
મહારાષ્ટ્રમાં એક દિવસમાં ફોન પર બે બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી છે. સોમવારે અન્ય એક ફોન કૉલમાં, ગુગલ ઑફિસને ઉડાવી દેવાની ધમકીનો કોલ આવ્યો હતો જો કે ત્યાર બાદ ફરી બીજો કોલ પણ આવ્યો છે.
એક વ્યક્તિએ મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરને મીરા ભાયંદર વિસ્તારમાં સંભવિત બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાની માહિતી આપી હતીઆ સાથે જ કહેવામાં આવ્યું કે આ કોલ વિતેલી રવિવારની મોડી રાત્રે બે વાગ્યે આવ્યો હતો, જેના પછી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.
આ સાથે જ ફોન પર બ્ફોલાસ્નટ વિશે જે વ્યક્તિએ માહિતી આપી છે તેણે પોતાની ઓળખ પણ બતાવી છે તે વ્યરક્તિએ પોતાનું નામ યશવંત માને જણાવ્યું હતું.જો કે હવે પોલીસ દોડતી થઈ છે સાથે દરેક વિસ્તારોમાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે અને આ અંગેની તપાસ કરી રહી છે,