Site icon Revoi.in

દિવાળીના પર્વ પર મુંબઈને ફોન પર મળી સીરિયલ બ્લાસ્ટની ધમકી – પોલીસ તપાસમાં જોતરાઈ

Social Share

દિલ્હીઃ- મહારાષ્ટ્રના મુંબઈમાં દિવાળીના પર્વ પહેલા જ બોમ્બન બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો છે, આ પહેલા પણ ઘણી વખત મુંબઈ પોલીસને આ પ્રકારના ફોન આવી ચૂક્યા છે,જો કે આ વખતે ફોન પર કહેવામાં આવ્યું છે કે મુંબઈના ઘણા વિસ્તારોમાં બોમ્બ ફિટ કર્યા છે જેને લઈને પોલીસ સતત એક્શન મોડમાં આવી છે અને તપાસ શરુ કરી છે.

બુધવારે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને શહેરમાં અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. તેણે પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર ફોન કર્યો અને કહ્યું કે મુંબઈ મહાનગરમાં ઘણી  જગ્યાઓ પર બોમ્બ ફીટ કરવામાં આવ્યા છે. આ ધમકી મળતાં જ પોલીસ સતર્ક થઈ ગઈ અને સુરક્ષા વધારી દીધી.

પોલીસે જણઆવેલી જાણકારી પ્રમાણે  ફોન કરનારે દાવો કર્યો હતો કે ઈન્ફિનિટી મોલ અંધેરી, પીવીઆર મોલ જુહુ અને સહારા હોટેલ એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા હતા. આ પછી તરત જ પોલીસે ત્રણેય સ્થળોએ સુરક્ષા વધારી દીધી હતી અને આ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ધમકી આપનાર અજાણ્યા કોલરની શોધ હાલ ચાલુ છે.

આ ફોન આવ્સયા બાદ હાર એરપોર્ટ પોલીસ જુહુ, અંબોલી અને બાંગુર નગર પોલીસ સ્ટેશન અને CISF અને BDDSની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે કલાકો સુધી તે સ્થળોની તપાસ કરી પરંતુ પોલીસને કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ફોન 18 ઓક્ટોબરની રાત્રે લગભગ 10.30 વાગ્યે આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક બાજૂ દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે આવી સ્થિતિમાં અનેક ભીડભઆળ વાળઈ જગ્યાઓ પર લોકોની અવર જવર લધઈ છે તેવામાં આ ફોન આવવાથી લોકોમાં ગભરાહટ ફેલાય હતી.