મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, ગુજરાત ATS એ કરી હતી ધરપકડ
- બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
- ગુજરાત ATS એ કરી હતી ધરપકડ
દિલ્હીઃ- મુંબઈમાં વર્ષ 1993માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના ચારેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.આ પહેલા 23 મેના રોજ સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ આરોપીઓને સાત દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ચારેય આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ CBIએ તેમને પોતાની કસ્ટડીમાં લીધા હતા. આરોપીઓની ઓળખ અબુ બકર, યુસુફ ભક્ત, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઈ હતી.
ગુજરાત એટીએસના ડીઆઈજી એ કહ્યું હતું કે ચારેયને નકલી પાસપોર્ટની શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.આ સાથે જ આ તમામની વિગતવાર તપાસ કરતા જાણવા મળ્યું કે તે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી છે. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી