મુંબઈના વાહન ચાલકોને મળી મોટી રાહતઃ હવે ટ્રાફિક પોલીસ વાહન અટકાવી ચેક નહીં કરી શકે
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ટ્રાફિક પોલીસ હવે વાહનનો અટકાવી નહીં શકે. એટલું જ નહીં અયોગ્ય કારણોસર વાહનોની ચેકીંગ પણ નહીં કરી શકે. પોલીસ કમિશનર હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિલ વિભાગ માટે પરિપત્ર જાહેર કર્યો છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિલ પોલીસ કર્મચારીઓ વાહનોની ચેકીંગ નહીં કરી શકે. ખાસ રીતે જ્યાં ચેકીંગ નાકુ છે. તેમણે માત્ર ટ્રાફિકનું મોનીટરિંગ કરવાનું રહેશે અને ટ્રાફિક સામાન્ય રીતે ચાલે તેની ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે. ટ્રાફિક પોલીસ ત્યારે જ વાહન રોકે જ્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોય. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ વાહન અટકાવીને કારની અંદર તપાસ કરે છે. જેથી ટ્રાફિક જામ થવાની શકયતાઓ ઉભી થાય છે.
પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, તેમણે ટ્રાફિક નિયમનને પ્રાથમિકતા આપવી જોઈએ. જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તો જ મોટર વાહન અધિનિય હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેઓ વાહન ચેકીંગના કોઈ પણ કામગીરીમાં સામેલ થઈ શકશે નહીં. સ્થાનિક પોલીસ સાથે નાકાબંધી દરમિયાન ટ્રાફિક પોલીસ માત્ર ટ્રાફિકનું નિયમન સંભાળશે. વાહનોનું ચેકીંગ નહીં કરી શકે. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ટ્રાફિક ચોકીના અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ શંકાના આધાર ઉપર વાહન ચેક નહીં કરી શકે. તેમણે માત્ર પહેલાની જેમ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી શકશે. તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરારા વાહનોને અટકાવી શકશે.
(Photo-Social Media)