1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત શહેરમાં દરેક ઝાનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા મ્યુનિ.કોર્પોરેશનનો નિર્ણય
સુરત શહેરમાં દરેક ઝાનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા મ્યુનિ.કોર્પોરેશનનો નિર્ણય

સુરત શહેરમાં દરેક ઝાનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા મ્યુનિ.કોર્પોરેશનનો નિર્ણય

0
Social Share

સુરત: શહેરમાં વસતીમાં વધારા સાથે શહેરનો વિસ્તાર પણ વધતો જાય છે. શહેરના લોકોને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેના માટે જરૂરી મેડિકલ, નોન-મેડીકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની જગ્યા ઊભી કરવાની જરૂર પડશે. આ માટે મધ્યસ્થ મહેકમ વિભાગે 50 બેડની એક હોસ્પિટલ કાર્યરત કરવા આઉટસોર્સથી વિવિધ કેડરો મળી કુલ 64 જગ્યાઓની આવશ્યક્તા હોવાનો રીપોર્ટ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા 30 બેડની હોસ્પિટલો માટે વિવિધ કેડરો મળી કુલ 21 જગ્યાઓ હાલ શિડ્યૂલ્ડ પર ઉપસ્થિત કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ ઊભી કરવાની હોવાથી હોસ્પિટલ દીઠ બે જુનિયર મેડિકલ ઓફિસર, એક ઇન્ચાર્જ સિસ્ટર, એક ત્રીજી શ્રેણી ક્લાર્ક મળી કુલ 04 જગ્યાઓ મધ્યસ્થ મહેકમ વિભાગના મહેકમ શીડ્યુલ્ડ પર કાયમી ધોરણે ઉપસ્થિત કરવાની ભલામણ કરી છે. તદ્ઉપરાંત, જનરલ સર્જન, જનરલ ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસીસ્ટની જગ્યા આઉટ સોર્સિંગથી ભરવા અને હોસ્પિટલ દિઠ ત્રણ પટાવાળા, ચાર આયા, પાંચ વોર્ડબોય, બે વોચમેન અને 09 સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ ધોરણે રાખવા માટે ભલામણ કરી છે. વિભાગ દ્વારા 50 બેડની હોસ્પિટલો માટે જરૂરી મહેકમ શિડ્યુલ્ડ ઊભું કરવા તથા અન્ય મેડિકલ તથા નોન-મેડિકલ સ્ટાફની આઉટ સોસિંગ કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવા હેતુ સ્થાયી સમિતિની મંજૂરી માગી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ માટે મહેકમ શિડ્યુલ્ડ બાબતે સ્પષ્ટતા થયેથી વિભાગ દ્વારા આગામી મહિનેથી જ કમ સે કમ બે હેલ્થ સેન્ટરોમાં 50-50 બેડની હોસ્પિટલો શરૂ કરી શકે તેમ છે. આ ભરતી માટે આગામી સ્થાયી સમિતિમાં મંજુરી માટે દરખાસ્ત મુકવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code