રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં વ્યાપક ભેળસેળ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનના ફુડ શાખા દ્વારા એક પેઢીમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ઘીનો 285 કિલો જથ્થો સીઝ કર્યેા હતો.
રાજકોટ મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની ફરિયાદો મળતા શહેરના સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર, તેમજ પરાબજારમાં આવેલી એક પેઢી પર ફુડ વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી. જેમાં ઘી–500 એમએલ પેકિંગ પાઉચ (ઉત્પાદક: યશ ડેરી સ્પાઇસીઝ એન્ડ ફડસ પ્રા. લી., બ્લોક નં.462, સર્વે નં.776, કરશન ફળિયા, ઓઝર રોડ, મોટાપોંઢા, તા. કપરાડા, જી. વલસાડ, ગુજરાત)ના કુલ 216 નગં (106 લિટર જથ્થો) તથા ઘી–૧૫ કિલો પેકિંગ (ઉત્પાદક: વોલ્ગા કોર્પેારેશન, દાણાપીઠ, રાજકોટ)ના કુલ 12 ટીન (180 કિલો)નો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કર્યેા હતો. દરમિયાન આ બંન્ને બ્રાન્ડનો ઘીનો જથ્થો શંકાસ્પદ જણતા જથ્થામાંથી ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તેમાંથી નમૂના લેવામાં આવ્યા હતા તેમજ બન્ને બ્રાન્ડના ઘીનો કુલ અંદાજિત 285 કિલો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કર્યેા હતો જેની કિમત .2,70,980 જેટલી અંદાજવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં મીઠાઈ વેચનારા સામે પણ ભેળસેળના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલિંગની કામગીરી કરીને ચોકલેટ મોદક લાડુ (મીઠાઇ –લુઝ) તેમજ ચુરમાનાં લાડુ (મીઠાઇ –લુઝ)ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફડ વિભાગની ટીમ દ્વારા ફુડ સેટી ઓન વ્હીલ્સ વાન સાથે સેટેલાઇટ ચોક, ઉત્સવ સોસાયટી તથા નંદનવન મેઇન રોડ પર કુલ 26 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી તથા ચકાસણી દરમિયાન પટેલ પ્રોવિઝન સ્ટોર તેમજ ડી.કે. લાઇવ બેકરી સહિત બે ને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ વેંચાણ થતાં ઘી, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફડ, મસાલા, બેકરી પ્રોડકટ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્યતેલ વિગેરેના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.