Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશને પોતાની માલિકીના 13 કિંમતી પ્લોટ્સ વેચવા કાઢ્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં વિકાસના કામોના ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા પ્લોટ્સ વેચીને કરોડો રૂપિયા એકત્ર કરાશે. વેચવા કાઢેલા 13 પ્લોટ્સમાં સિન્ધુભવન રોડ પરના બે કિંમતી પ્લોટ્સનો પણ સમાવેશ થાય છે. આ બન્ને પ્લોટની તળિયાની કિંમત રૂપિયા 330 કરોડની આંકવામાં આવી છે. મ્યુનિ દ્વારા તમામ 13 પ્લોટ્સની જાહેર હરાજી માટે બીડ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ શહેરનાં પોશ ગણાતા સિંધુભવન, મોટેરા, થલતેજ શીલજ વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા કુલ 13 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને લીધો છે. આ પ્લોટના વેચાણથી 1000 કરોડની આસપાસની આવક ઉભી કરવામાં આવશે. આગામી મહિને પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી કરાશે. એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ આવેલો પ્લોટ સૌથી મોંઘો રૂપિયા 205 કરોડનો છે. સિંધુભવન રોડ પરના બંને પ્લોટ ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, પરંતુ કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગ-બગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. છેલ્લા બે મહિનામાં 22 જેટલા પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, જેમાં 10 જેટલા પ્લોટનું વેચાણ થયું હતું. 12 પ્લોટનું વેચાણ થયું ન હતું, જેના પગલે ફરીથી 13 પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર 21 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 સપ્ટેમ્બર બીડ સીલ કરવાની છેલ્લી તારીખ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી ટીપી સ્કીમ અન્વયે પ્રાપ્ત થતાં સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસિડેન્શિયલ હેતુનાં પ્લોટ વેચાણ કરવામા આવે છે. જેનું ઇ ઓકશન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફિકસીંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે. AMC દ્વારા મોટેરામાં બે, બોડકદેવમાં ત્રણ, નિકોલમાં બે, થલતેજ, વટવા, શીલજ, વસ્ત્રાલ, મકરબા અને ચાંદખેડા એક એમ કુલ 13 પ્લોટનાં વેચાણ માટે તળીયાનાં ભાવ નક્કી કરાયા છે.

#AhmedabadRealEstate #SindhuBhavanRoad #LandAuction #AMCPlotSale #RealEstateInvestment #AhmedabadDevelopment #MoteraPlots #SheelajPlots #SGHighwayPlots #CommercialLandSale #ResidentialLandSale #PropertyAuction #AhmedabadMunicipalCorporation #UrbanDevelopment #AMCRealEstate #AhmedabadProperty #HighValuePlots #CityInfrastructure #LandInvestment #Eauction