Site icon Revoi.in

છેલ્લા 20 વર્ષ બાદ નાગાલેન્ડમાં યોજાશે નગરપાલિકાની ચૂંટણી – મહિલાઓને 33 ટકા અપાશે અનામત

Social Share

દિલ્હીઃ છેલ્લા 20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક શહેરી સંસ્થાઓની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. પંચે કહ્યું છે કે રાજ્યની 39 સ્થાનિક શહેરી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે.

આ સાથે જ મહત્વની વાત એ છે કે આ યોજાનારી  ચૂંટણીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરાઈ છે. નાગાલેન્ડની નવી ચૂંટાયેલી નેફિયુ રિયો સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મંગળવારે યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મહિલાઓ માટે 33 ટકા અનામત  ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા કરાઈ છે.

નાગાલેન્ડ રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ટી મહાબેમો યાનાથને જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 3 એપ્રિલથી શરૂ થશે અને 10 એપ્રિલ સુધી ચાલુ રહેશે. 12 અને 13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
આ સાથે જ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ રાખવામાં આવી છે. નાગાલેન્ડમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 19 મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે..નાગાલેન્ડમાં છેલ્લી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વર્ષ 2004માં યોજાઈ હતી ત્યારે 20 વર્ષ બાદ ફરી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.