1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદના રોડ-રસ્તાઓ પર ફરતા બહારગામના નોંધાયેલા વાહનનો મ્યુનિ. ટેક્સ ભરવો પડશે

અમદાવાદના રોડ-રસ્તાઓ પર ફરતા બહારગામના નોંધાયેલા વાહનનો મ્યુનિ. ટેક્સ ભરવો પડશે

0
Social Share

અમદાવાદઃ શહેરની આસપાસ રહેતા 1500 લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાહનવેરો ભરવા નોટિસ ફટકારી છે. નોટિસમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, જે લોકો અમદાવાદ શહેરની આસપાસ રહે છે અને નિયમિત અમદાવાદ શહેરના રસ્તાઓનો ઉપયોગ કરે છે તેમણે હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિશ્ચિત કરેલો વાહન વેરો ભરવો પડશે.

અમદાવાદમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ચિંતા ઉપજાવે એવી કામગીરી શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન ના ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત અમદાવાદની આસપાસના વિસ્તારોમાં રહેતા હોય, પરંતુ અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા હોય એવા તમામને વાહનવેરો ભરવો પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ટેક્સ વિભાગ દ્વારા 1500 લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં તેઓએ પોતાના વાહનોનો આજીવન વેરો ભરી દેવા જણાવવામાં આવ્યુ છે. આ મામલો એટલે અત્યંત મહત્વનો બની ગયો છે, કારણ કે તેમાં વાહનવેરો ભરવા માટેનુ કારણ જ કઇંક એવુ જણાવવામાં આવ્યુ છે.

એએમસી દ્વારા જીપીએમસી એક્ટ મુજબ ફટકારવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યુ છે, કે અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં રહેતા વાહન માલીકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અમદાવાદ આવતા હોય અને અમદાવાદ શહેરની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય એવા દરેક નાગરિકોએ પોતે વાપરતા હોય એવા દરેક વાહનોનો આજીવન વેરો ભરવાનો થાય છે.

જીપીએમસી એક્ટના પ્રકરણ 11 ની કમલ 141(1) મુજબ એએમસી દ્વારા 1500 લોકોને આપવામાં આવેલી નોટીસ બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં જો કોઇ વ્યક્તિના વાહનની નોંધણી અન્ય શહેર જિલ્લામાં થઇ હોય પરંતુ તેઓ અમદાવાદ કે આસપાસના વિસ્તારમાં રહીને અમદાવાદ કોર્પોરેશન હદમાં જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય તો આવી દરેક વ્યક્તિના સર્વેનુ કામ એએમસી દ્વારા શરૂ કરાયુ છે. જે પૂર્ણ થયા બાદ તેઓને પણ પોતાના બાકી વાહનવેરા અંગની નોટીસ મળી શકે છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલનુ કહેવુ છે કે આ પ્રકારની નોટીસ જીપીએમસી એક્ટ અને લીગલ અભિપ્રાય બાદ જ આપવામાં આવી છે. જેનો અમલ કરવાનો રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code