અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટી કેસની બસુલાત માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 100 ટકા વ્યાજ માફીની મનપાએ જાહેરાત કરી હતી. તેમજ બાકી ટેક્સના વસુલાત માટે સીલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પોણા બે મહિનાના સમયગાળામાં મનપાએ 1.94 લાખ મિલકતધારકોએ રૂ. 236.14 કરોડનો ટેક્સ ભરપાઈ કર્યો છે, માત્ર 14 દિવસની અંદર શહેરીજનોએ રૂ. 128 કરોડનો ટોક્સ જમા કરાવ્યો છે. આમ વ્યાજ માફીની જાહેરાત હેઠળ મનપાની તિજોરી છલકાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને બાકી મિલકતવેરો વસુલવા માટે સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં લગભગ 21500 જેટલી મિલક્તો સીલ કરવામાં આવી હતી. જેથી મનપાની તિજોરીમાં 128 કરોડની આવક થઈ હતી. સીલીંગ ઝુંબેશ હેઠળ 300 જેટલા પાણી અને ગટરના કનેકશન કાપવામાં આવ્યાં હતા. આ ઉપરાંત પાંચ લાખથી વધુનો ટેક્સ બાકી ધરાવતી મિલકતો ઉપર બોજો નાખવાની કલેકટર સમક્ષ રજુઆત કરાઈ હતી. મનપાએ 76 જેટલી મિલકત હરાજીની પણ નોટિસ આપી હતી. દરમિયાન રીકવરી ઝુંબેશ દરમ્યાન જે કરદાતાઓના ફક્ત ચાલુ વર્ષ એટલે કે 2022-23નો ટેક્ષ બાકી છે તે કરદાતાઓની સામે સીલીંગની કાર્યવાહી ન કરવા ખાતાના અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર મનપાએ કરોડોનો બાકી વેરો વસુલતા માટે વન ટાઈમ સેટલમેન યોજના શરૂ કરી છે. જેથી મોટી સંખ્યામાં લોકો વ્યાજમાફીને પગલે ટેક્સ ભરપાઈ કરી રહ્યાં છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓ સિલીંગ સહિતની કાર્યવાહી કરી રહી છે.