Site icon Revoi.in

નમ્રતા ચંદાની મર્ડર કેસઃસિંધી કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માંગી મદદ

Social Share

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી અને મેડિકલ કૉલેજની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીની હત્યાના મામલે વિશ્વ સિંધી કોંગ્રેસના મહાસચિવ લખૂ લુહાનાએ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદની માંગ ઉઠાવી છે,લખૂ લુહાનાએ કહ્યું કે, આ ઘટનાનો દરેક સ્તર પર વિરોધ થઈ રહ્યો છે પરંતું, આત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સમર્થન નથી મળ્યું,અમે આ ફાસીવાદ શાસન માટે તેના વિરુધ ઊભા નથી રહી શકતા.

બીજી તરફ સિંધ પ્રાતંના લરકાનામાં પોતાની જ હોસ્ટેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવેલી મેડિકલ કૉલેજની વિદ્યાર્થીની નમ્રતાના ભાઈએ તેની બહેનના પોસ્ટમોર્ટમના રિપોર્ટને ફગાવ્યો છે ,તેમણે ફરી એજ વાત કહી કે ,તેમની બહેની હત્યા કરવામાં આવી છે.પાકિસ્તાની મીડિયામાં પ્રકાશીત થયેલા રિપોર્ટ મુજબ નમ્રતાના પોસ્ટમોર્ટનમાં કહેવામાં આવ્યું છે કે,નમ્રતાએ આત્મહત્યા કરી છે.જો કે તેના ભઆઈએ આ વાતનો સાફ ઈનકાર કર્યો છે.

નમ્રતાના ભાઈ ડોક્ટર વિશાલ ચંદાનીએ મીડિયાને ક્હયું કે તેમની બહેનની હત્યા કરવામાં આવી છે,વિશાલ કરાચીના ડૉઉ મેડીકલ કૉલેજમાં મેડિકલ કંસલ્ટેંટ છે,ત્મણે નમ્રતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટને ફગાવ્યો હતો અને કહ્યું હતુ કે નમ્રતાના ગળામાં મળેલા નિશાન તે વાતની સાબિતી આપે છે કે તેની બેરહમી પુર્વક હત્યા કરવામાં આવી છે

તેમણે વધુમાં કહ્યું કે,“મે મારી બહેનની ડૅડબૉડી જોય છે,અને દરેક સબૂત હત્યા તરફ ઈશારો કરે છે” નમ્રતાની ડેડબૉડી લરકાનાના શહીદ મોહતરમા બેનજીર ભૂટ્ટો મેડિકલ કૉલેજ વિશ્વ વિદ્યાલયની બીબી આસિફા ડેન્ટલ કૉલેજની હોસ્ટેલમાથી મળી આવી છે,પોલીસ સર્જન ડો.શમસુદ્દીન ખોસે કહ્યું કે,નમ્રતાના ગળા પર દોરડું બાંધેલા નિશાન મળ્યા છે