લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બીમાર પુત્રને સાજો કરવા માટે તાંત્રિકના જણાવ્યા અનુસાર માસુમ ભત્રીજાની બલી આપનાર હત્યારાને ફાંસીની સજા આપવા માટે આરોપીના પિતાએ વિનંતી કરી છે. તેમજ હત્યારાના પિતાએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો તે જેલમાંથી મુક્ત થશે તો તે ફરીથી અન્ય પરિવારના દીકરાની હત્યા કરી શકે છે.
ઉત્તરપ્રદેશના બહરાઈચમાં હત્યાના ચકચારી બનાવને ખળભળાટ મચી ગઈ હતી. આ ઘટનામાં હત્યારા આરોપીના પિતાએ ખૂની દીકરાને ફાંસીની સજાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, આરોપીએ ભત્રીજાની બલી ચવાડી છે. જો આરોપી જેલમાંથી મુક્ત થયા બાદ અન્ય બાળકની હત્યા કરી શકે છે. એક તાંત્રિકના કહેવા ઉપર આરોપીએ ભત્રીજાની બલી ચલાવી છે.
સમગ્ર ઘટના નાનપરાના પરસા અગૈયા ગામની છે. અહીં 23મી માર્ચના રોજ શ્રીકુશુનનો પરિવાર સંબંધના ત્યાં મુંડન પ્રસંગ્રમાં નવાબગંજ ગયો હતો. પરંતુ તેમનો દસ વર્ષનો દીકરો વિવેધ, ભાઈ ચિંતારામ અને બીજા ભાઈ રામકિશુનનો દીકરો અનૂપ અને તેમની બેન ઘરે રહ્યાં હતા. વિવિક બપોરના સ્કુલેથી પરત આવ્યાં બાદ અનૂપના કહેવાથી ખેતર ગયો હતો. અહીં કાવતરા અનુસાર તાંત્રિકના જણાવ્યા પ્રમાણે મંદિરમાં પુજા કરવા ગયા હતા. અનુપની સાથે પડોશી ગામનો તાંત્રિક જંગલી અને તેના કાકા ચિંતારામ પણ સામેલ હતા.
તાંત્રિકએ અનૂપએ કહ્યું હતું કે, નરબલી આપવામાં આવશે તો અવાર-નવાર બીમાર થતા તેનો અઢી વર્ષનો દીકરો ઠીક થઈ જશે. જેથી ચિંતારામે પણ તાંત્રિકે કહ્યું તેમ કરવા જણાવ્યું હતું. કાવતરા અનુસાર અનૂપે પિતરાઈભાઈની બલી આપ્યાં બાદ સાંજના સમયે પરિવારજનોને કહ્યું કે, ખેતરમાં વિવેકની લાશ પડી છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તપાસ કરી હતી. પોલીસની તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.