Site icon Revoi.in

સંગીત અને ચિત્રના શિક્ષકોને એક તાસદીઠ માત્ર 50 રૂપિયા પણ 9000થી વધુ પગાર નહીં મળે

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીત અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ માટે કામચલાઉ  નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર જારી કરીને સંગીત અને ચિત્રના શિક્ષકોને તાસદીઠ રૂપિયા 50 અને મહિનામાં વધુને વધુ રૂપિયા 9000થી વધુ મહેનતાણુ આપવાની નિર્દેશ આપ્યો છે. ત્યારે શાળાઓમાં પટ્ટાવાળાઓ જેટલું પણ માસિક વેતન શિક્ષકો મેળવી શકશે નહી.

ગુજરાત સરકારે શાળાઓમાં માનદવેતન સાથે સંગીત શિક્ષકની નિમણૂક કરવાનો  એક પરિપત્ર કર્યો છે. પ્રાથમિક શાળાઓમાં ચિત્ર – સંગીત શિક્ષકની જગ્યા ભરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરાયો છે. જેમાં તાસદીઠ માત્ર રૂપિયા 50 તેમજ મહિનાના વધુમાં વધુ 9000 આપવાના રહેશે. શિક્ષણ વિભાગ સરકારના નિયમોનું ઉલ્લાઘન કરી રહ્યો છે. મીનિમમ વેજ કોડમાં સ્કીલ્ડ વ્યક્તિને 12 હજાર પગાર આપવો ફરજિયાત છે.  શિક્ષકોને મજૂરોની જેમ એક ક્લાસના 50 રૂપિયા આપવા કેટલા યોગ્ય એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના આ આદેશમાં ચિત્ર-સંગીતના શિક્ષકોને એક તાસના રૂપિયા 50 મહત્તમ આપવાના રહેશે. વધુમાં વધુ 6થી 8 તાસની કામગીરી સંગીત શિક્ષકને અપાશે. જેના કારણે ચિત્ર-સંગીતના શિક્ષકોને માસિક 9000 રૂપિયા સુધીનું મહત્તમ વેતન અપાશે. સરકારની જાહેરાતમાં ચિત્ર-સંગીતના શિક્ષકોની મહત્તમ 38 વર્ષ સુધીની ઉમર અને સંગીત વિશારદની ડિગ્રીને લાયકાત ગણાવી છે. રાજ્ય સરકારના આદેશમાં આવા સંગીત શિક્ષકને નિમણૂંક પ્રમાણપત્ર આપવામાં નહીં આવે. સરકારને સંગીત વિશારદ જોઈએ છે પણ પગાર એક સરકારી શાળાના કાયમી પટાવાળા કરતાં પણ ઓછો આપવો છે. હાલમાં મજૂરી કરતો મજૂર પણ 9000 કરતાં પણ વધારે કમાય છે. આ શિક્ષકોને સરકાર વધુમાં વધુ 9000 પગાર આપવાની છે. શું કોઈ સંગીત વિશારદ 9000ના પગારમાં નોકરી આવશે એ સૌથી મોટો સવાલ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતની શાળાઓમાં છેલ્લા કેટલાંક વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતી થવા દીધી નહોતી. એક અંદાજ પ્રમાણે અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે. ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળાઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાની ચર્ચા છે.