Site icon Revoi.in

સંગીતકાર રિકી કેજને ગ્રેમી અવોર્ડ એનાયત – પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ

Social Share

દિલ્હી – સંગીત જગત માટે તાજેતરમાં જ ગ્રેમી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું,આ એવોર્ડ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે જે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત એવોર્ડમાંથી એક ગણાય છે. વિતેલા દિવસને રવિવારે રાત્રે લાસ વેગાસમાં 64માો ગ્રેમી એવોર્ડ્સ યોજાયો હતો.

આ એવોર્ડમાં ભારતીય સંગીતકારે પણ બાજી મારી હતી.પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય સંગીતકાર રિકી કેજ અને તેમના સહયોગી સ્ટુઅર્ટ કોપલેન્ડને બેસ્ટ ન્યૂ એજ આલ્બમની શ્રેણીમાં આ પ્રતિષ્ઠિત સંગીત પુરસ્કારથી નવાઝમાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  રિકી અને સ્ટુઅર્ટને આ એવોર્ડ તેમના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે મળ્યો હતો. આ સાથે જ આ તેમનો બીજો ગ્રેમી એવોર્ડ છે. આ પહેલા પણ વર્ષ 2015માં તેઓને તેમના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સમસાાર’ માટે આ જ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

સંગીતકાર રિકીએ ટ્વિટર પર એક ફોટો શરે કરીને લખ્યું છે કે, ‘અમારા આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે આજે ગ્રેમી એવોર્ડ જીત્યો. કૃતજ્ઞતા અને પ્રેમ સાથે, હું સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ઉભો છું. મારી બીજી ગ્રેમી અને સ્ટુઅર્ટની છઠ્ઠો એવોર્ડ.

આ એવોર્ડ મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિકીનેઅભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સોમવારે સાંજે એક ટ્વીટ કરીને રિકીને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.