Site icon Revoi.in

યુપીના મુસ્લિમ પરિવારે પુત્રીની કંકોત્રીમાં છપાવી રામ-સીતાની તસવીર

Social Share

અયોધ્યામાં એક તરફ કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણમાં અડચણો ઉભી કરવામા આવે છે. પરંતુ ભગવાન રામ ભારતના જનમાનસની રગ-રગમાં છે. આનું એક ઉદાહરણ યુપીના શાહજહાંપુરના ચિલૌવા ગામમાં રહેતા એક મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવેલા અનોખા કામથી મળે છે. ચિલૌવા ગામના મુસ્લિમ પરિવારે પોતાની પુત્રી રખસારના લગ્નની કંકોત્રીમાં ભગવાન રામ અને સીતાની તસવીર છપાવી છે.

રુખસારના માતા બેબીનું કેહવું છે કે આ ગામમાં હિંદુ અને મુસ્લિમ પરિવાર એકસાથે રહે છે. અમે લોકોની વચ્ચે કોમવાદી સૌહાર્દને પ્રોત્સાહીત કરવા ઈચ્છીએ છીએ. અમને ધર્મના આધારે વિભાજીત કરવા જોઈએ નહીં.

રુખસારના પરિવારની પહેલની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. લોકો ધર્મની લડાઈની વચ્ચે આવા પ્રકારના પગલાથી ઘણાં ખુશ છે. દુલ્હનના ભાઈ મોહમ્મદ ઉમરે કહ્યુ છે કે ગામના લોકો ખુશીથી લગ્નું નિમંત્રણ કાર્ડ સ્વીકારી રહ્યા છે. અમ લોકોની પ્રતિક્રિયા જોઈને ખુશ છીએ.

મહત્વપૂર્ણ છે કે દેશમાં જ્યાં એક તરફ રાજકીય ફાયદા માટે ધર્મ-જાતિના મુદ્દાઓને ઉછાળવામાં આવે છે. તેવામાં આવા પ્રકારનું પગલું ઘણું પ્રશંસાને પાત્ર છે. જો કે આવા પ્રકારના ઘણાં ઉદાહરણ પહેલા પણ જોવા મળે છે, જ્યારે લોકોએ ધર્મની દીવાલને તોડવા કોમવાદી સૌહાર્દ માટે હાથ લંબાવ્યો હોય. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં યુપીના બુલંદશહર જિલ્લાના જૈનપુર ગામના લોકોએ મુસ્લિમો માટે પોતાના મંદિરના દરવાજા ખોલી નાખ્યા હતા અને હિંદુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદહારણ રજૂ કર્યું હતું.