Site icon Revoi.in

ભારતઃ પ્રજનન દરમાં મુસલિમો પ્રથમ, એક રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

દિલ્હીઃ દેશના અન્ય ધર્મોની સરખામણીએ મુસલમાનોનો પ્રજનન દર હજુ પણ સૌથી વધારે છે. 1992થી લઈને 2015 સુધીના સમયગાળામાં આશ્ચર્યજનક રીતે પ્રજનન દર પ્રતિ મહિલા 4.4 બાળકોથી ઘટીને 2.6 સુધી પહોંચ્યો છે. જ્યારે બીજા ક્રમે હિન્દુઓનો સમાવેશ થાય છે. જૈનોની પ્રજનન દર સૌથી ઓછો છે. એક ગેર-પક્ષપાતી અમેરિકી થિંક ટેંકએ જાહેર કરેલા રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે. જોકે, રિપોર્ટ અનુસાર તમામ ધર્મોમાં પ્રજનન દરમાં ઘટાડો થયો છે.

ભારતમાં ધાર્મિક સંરચના આધારિત પ્યૂ શોધ કેન્દ્રના નવા રિપોર્ટમાં કહેવાયું છે કે દરેક ધાર્મિક સમૂહની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થયો છે. જેમાં બહુમતી હિન્દુ વસતી, મુસ્લિમ, ઈસાઈ, શિખ, બૌદ્ધ અ જૈન લઘુમતી કોમ પણ સામેલ છે. 2.1ના પ્રજનન દર સાથે હિન્દુઓ બીજા ક્રેમે છે. જ્યારે 1.2 પ્રજનન દર સાથે જૈન ધર્મ સૌથી ઓછું છે.

મોટાભાગની પેટર્ન 1992ની જેમ છે. જ્યારે મુસ્લિમોનો પ્રજનન દર સૌથી વધારે 4.4 અને હિન્દુઓનો 3.3 હતો. 1992માં મુસ્લિમ મહિલાઓ હિન્દુ મહિલાઓની સરખામણીએ લગભર 1.1 વધારે બાળકોને જન્મ આપતી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં ધાર્મિક સંરચનામાં આ પ્રવૃતિઓને કારણે ભારતમાં મુસ્લિમ વસતીનો પ્રજનન દર અન્ય ધર્મોની સરખાણીએ વધી છે. જો કે, આંશિક રીતે પ્રજનન પેટર્નમાં ઘટાડો થયો છે અ અભિસરણના કારણે 1951માં પ્રથમવાર જનગણના કરવામાં આવી હતી.

જો કે જાણકારો તે પણ કહે છે કે દેશમાં હજુ પણ જનસંખ્યા ઓછી હોવી જોઈએ, જો દેશની જનસંખ્યા ઓછી થશે તો દેશમાં કેટલીક વસ્તુઓની માંગ ઓછી થશે અને તે વસ્તુની નિકાસ પણ કરી શકાશે, નિકાસથી દેશની આવક વધશે અને લોકોની જીવનધોરણમાં સુધારો આવી શકે તેમ છે. આ ઉપરાંત મોંઘવારી પણ ઓછી થઈ શકે છે જો દેશની જનસંખ્યા ઓછી થાય તો.