સિવાન: બિહારના સિવાન જિલ્લામાંથી માગણી ઉઠી છે કે હવે હિંદુસ્તાની મુસ્લિમો માટે પાકિસ્તાન-બાંગ્લાદેશ સિવાય એક નવો દેશ આપવામાં આવે, જે બંનેની વચ્ચે હોય. આ વાત પ્રોફેસર ખુર્શિદ આલમ સતત સોશયલ મીડિયામાં લખી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની સરકાર આ પ્રોફેસર ખુર્શિદ આલમ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી, જ્યારે સ્ટૂડન્ટ્સ તેની વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.
આ મામલો સિવાનના ગોરિયાકોઠી વિસ્તારનો છે. જ્યાં જે. પી. યુનિવર્સિટી સાથે જોડાયેલી નારાયણ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પદ પર તહેનાત ખુર્શિદ આલમ ઉર્ફે લાલ બાબુ સતત દેશના વિભાજનની તરફદારી કરીને ઝેર ઓકી રહ્યો છે. ખુર્શિદ આલમ ઘણાં મહિનાઓથી ભારતીય મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરી રહ્યો છે. તે પાકિસ્તાન અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીતોને શેર કરીને બંને દેશોના જિંદાબાદના સૂત્રો પણ સોશયલ મીડિયામાં લખે છે.
ખુર્શિદ આલમની ફેસબુક પ્રોફાઈલના કેટલાક સ્ક્રીનશોટ્સમાં તે 19 ડિસેમ્બરે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરવાની વાત કહી રહ્યો છે. 29 ડિસેમ્બરે તે ખુલ્લેઆમ લખે છે કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન હજી પુરું થયું નથી. 2 જાન્યુઆરી, 2024ના રોજ તે ફેસબુક પર યુનાઈટેડ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જિંદાબાદ લખે છે. 3 દિવસ પહેલા તે ભારતીય મુસ્લિોમ માટે અલગ હોમલેન્ડની બેશરમી અને મક્કારી સાથેની માગણી પણ કરે છે.
ખાસ વાત એ છે કે કેટલાક દિવસ પહેલા ખુર્શિદ આલમ યહુદીઓ અને મુસ્લિમોને સાથે મળીને રહેવાની શીખ આપી રહ્યો હતો. તે ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામની માગણી કરી રહ્યો હતો અને તેની તસવીરો પણ શેયર કરી રહ્યો હતો. તેવામાં તે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સહઅસ્તિત્વને માનવાની વાત કરે છે. પરંતુ તેને હિંદુસ્તાનની વાત આવવા પર અહીંના મુસ્લિમો માટે અલગ દેશ જોઈએ છે.
ખુર્શિદ આલમની અલગ મુસ્લિમ દેશની માગણીને લઈને સોશયલ મીડિયા પર તાજેતરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ દેખાવો કર્યા. એબીવીપીના કાર્યકર્તાઓએ જેપી યુનિવર્સિટીના કુલસચિવ રણજીત કુમારને પત્ર સોંપ્યો. તેમાં તેમણે નારાયણ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ખુર્શિદ આલમને તાત્કાલિક બરખાસ્ત કરવાની માગણી કરી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ખુર્શિદ આલમની વિરુદ્ધ દેશદ્રોહના મામલામાં કેસ નોંધવાની માગણી કરીને પોતાનું ફરિયાદ પત્ર પણ સોંપ્યું છે. જો કે આટલું બધું થવા છતાં ખુર્શિદ આલમે ન તો સોશયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી છે અને ન તો માફી માંગી છે.
આ આખા મામલાએ સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને બિહારમાં થઈ રહેલા સનાતન અન રાષ્ટ્રવિરોધી કામકાજને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સત્તાધારી આરજેડીના નેતા સનાતનને ગાળો આપી રહ્યા છે. તેઓ મંદિરને લઈને ઉલ્ટી-સીધી વાતો લખી રહ્યા છે. તેઓ પોસ્ટરો લગાવીને રાજનીતિ કરી રહ્યા છે. તેવામાં જ્યારે આરજેડી પોતાના ધારાસભ્યો અને મંત્રી પર તો રોક લગાવી શકતી નથી, તો પોતાની ખાસ કોર વોટબેંક સાથે જોડાયેલા લોકો પર શું કાર્યવાહી કરશે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. હા આ મામલો બેહદ ગંભીર છે. તેવામાં મામલામાં ચુપકીદી સાધવાના પરિણામ બેહદ ભયાનક હોવાની શક્યતાઓ પહેલા સરકારી સ્તરે આગોતરા ઉપાયો કરવાની જરૂર છે.