નવી દિલ્હીઃ આજે તા. 15મી ઓગસ્ટ 2022ના પાવન પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લાલકિલ્લા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સલામી આપી હતી. તેમજ દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે, આઝાદીના આટલા દશકો બાદ સમગ્ર વિશ્વની ભારતની તરફની જનર બદલાઈ છે. સમસ્યાનું સમાધાન ભારતની ધરતી ઉપર દુનિયા શોધી રહી છે, વિશ્વનો આ બદલાવ, વિશ્વની સોચમાં આ પરિવર્તન 75 વર્ષના આપણી યાત્રાનું પરિણામ છે.
આ દરમિયાન પીએમ મોદીએ 25 વર્ષના પંચ પ્રણ અંગે કહ્યું હતું, તેમણે કહ્યું કે, આગામી 25 વર્ષ માટે આપણે પંચ પ્રણ પર આપણી શક્તિ, સંકલ્પો અને સામર્થ્યને કેન્દ્રીત કરવું પડશે. અનુભવ કબે છે કે, એક વાર આપણે સંકલ્પ કરીને ચાલી પડીએ તો આપણને નિર્ધારિત લક્ષ્યોને પાર કરતા કોઈ અટકાવી શકતું નથી.
1. વિકસિત ભારત
2. શત પ્રતિશત ગુલામીની વિચારધારાથી આઝાદી
3. વિરાસત પર ગર્વ
4. એકતા અને એકજુતા
5. નાગરિકોના કર્તવ્ય
વિકસિત ભારતઃ સ્વચ્છતા અભિયાન, રસીકરણ, અઢી કરોડ લોકોને વિજળી કનેકશન, ખુલ્લામાં શૌચથી મુક્તિ, renewal energy, આપણે તમામ માનકોના સંકલ્પ પર આગળ વધી રહ્યાં છીએ.
શત પ્રતિશત ગુમાલી વિચારધારાથી આઝાદીઃ રાષ્ટ્રીય શિક્ષા નીતિ ગુલામીની તે સોચની મુક્તિનો રસ્તો છે. આપણે કોઈ પણ રીતે ગુલામીમાંથી મુક્તિ મેળવી છે. આપણે વિદેશી સર્ટિફિકેટ નથી જોઈતા, આપણેને દેશની તમામ ભાષા ઉપર ગર્વ હોવો જોઈએ. ડિજીટલ ઈન્ડિયા અને સ્ટાર્ટએપ દેશની ઉભરતી સોચની તાકાતનું પરિણામ છે.
વિરાસત પર ગર્વઃ જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશુ, તો જ ઉંચા ઉડી શકીશું. ત્યારે વિશ્વને સમાધાન આપી શકીશું. વિરાસત ઉપર ગર્વ જરૂરી છે. અન્ન આપણી વિરાસતનો ભાગ છે. સંયુક્ત પરિવાર આપણી વિરાસતનો હિસ્સો છે અને પર્યાવરણની સુરક્ષા આપણી વિરાસતમાં છુપાયેલી છે.
એકતા અને એકજુટતાઃ વિવિધતાની ઉજવણી કરવાની છે Gender equality, India First, શ્રમિકોને સન્માન એનો જ ભાગ છે. સ્ત્રીનું અપમાન એક પ્રમુખ વિકૃતિ છે જેના મુક્તિનો રસ્તો શોધવાનો છે.
નાગરિકોના કર્તવ્યઃ નાગરિકોનું કર્તવ્ય પ્રગતિનો રસ્તો તૈયર કરવાનો છે, આ મૂળભૂત પ્રણશક્તિ છે. વીજળીની બચત, ખેતીમાં જરૂરી પાણીની ઉપયોગીતા, કેમિકલ મુક્ત ખેતી, 9દરેક ક્ષેત્રમાં નાગરિકોની જિમ્મેદારી અને ભૂમિકા બને છે.
આગામી 25 વર્ષ માટે આ પાંચ સંકલ્પ પર પોતાની શક્તિ કેન્દ્રીત કરવી જોઈએ. વર્ષ 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. આઝાદીના લડવૈયાઓના સ્વપ્ન પૂર્ણ કરવા માટે જવાબદારી ઉઠાવીને ચાલવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે જીવમાં શિવ જોઈએ છે. આપણે તે લોકો છે જે નરમાં નારાયણ દેખાય છે. આપણે તે લોકો છીએ જે નારીને નારાયણી કહે છે. વૃક્ષમાં પરમાત્મા દેખાય છે, તે આપણુ સામર્થ્ય છે. જ્યારે વિશ્વ સામે પોતાને ગર્વ કરીશું તો દુનિયા કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, હવે ભ્રષ્ટાચાર વિરોધમાં કામગીરી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ અંદરથી ખાઈ રહ્યો છે, જેની સામે દેશને લડવાનો છે. આપણી કોશિસ છે કે, જેમણે દેશને લૂંટ્યો છે તેમને પરત પણ આપવું પડશે. આપણે તેના પ્રયાસ કરી રહ્યાં છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં ભ્રષ્ટાચારની સામે રોષ છે. પરંતુ ભ્રષ્ટાચારી સામે ઉદારતા પણ જોવા મળે છે તે કોઈ દેશને શોભતું નથી. કેટલાક લોકો એટલા બેશરમ છે કે, કોર્ટમાં સજા થઈ ચુકી છે. તેઓ ભ્રષ્ટાચારને સિદ્ધિ ગણાવી રહ્યાં છે. ભ્રષ્ટ્રાચાર અને ભ્રષ્ટાચારીની સામે આપણે જાગૃત રહેવાની જરૂર છે. ત્યારે જ આપણે આ માનસિકતામાંથી બહાર નીકળી શકીએ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હિન્દુસ્તાનનો કોઈ પણ ખુણો, કોઈ કાળ એવો નથી, જ્યાં દેશવાસિઓ વર્ષો સુધી લડાઈ લડાઈ ન લડી હોય, જીવન ખપાવ્યું છે અને અનેક સમસ્યા વેઠી છે. આજે આપણે દેશવાસિઓ માટે આવા મહાપુરુષ (મહાત્મા ગાંધીજી, સુભાષ ચંદ્ર બોઝજી, ભીમ રામ આંબેડકરજી અને વીર સાવરકરજી)ના તમામ યાગ અને બલિદાનને નમન કરવાનો અવરસ છે.
દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અસફાક ઉલ્લાખાં, રામ પ્રસાદ બિસ્મિલ જેવા અગણિત એવા આપણા ક્રાંતિવીરોને અંગ્રેજી હુકુમતના પાયા હચમચાવી નાખ્યાં હતા. ભારત લોકતંત્રની જનની છે મધર ઓફ ડેમોક્રેસી છે જેમના મનમાં લોકતંત્ર હોય છે તે સંકલ્પ કરીને આગળ વધે છે તે સામર્થ્ય દુનિયાની મોટામાં મોટી સલ્તનતો માટે પણ સંકટનો કાળ લઈને આવે છે તે મધર ઓફ ડેમોક્રેસી છે.